અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

મહેસાણા નગરપાલીકાના પુર્વ પ્રમુખ તર્પણવિધી કરવા જતા ફરિયાદ નોંધાઈ

December 2, 2020

સીધ્ધપુર ખાતે દર વર્ષે કાર્તકી પુનમના રોજ લોકો મોટી સંખ્યામાં તેમના પરિવારમાં મૃત્યુ પામેલા પરીવારજનોની તર્પણવિધી કરવા જતા હોય છે. પંરતુ આ વર્ષે કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખી પ્રશાસને સીધ્ધપુરમાં આવેલી સરસ્વતીનદીમાં તર્પણવીધી કરવા ઉપર લોકોના ભેગા થવા ઉપર પ્રતીબંધ રાખેલ હતો. છતા મહેસાણાના નગરપાલીકાના પુર્વપ્રમુખ સીધ્ધપુરખાતેની સરસ્વતી નદીમાં તર્પણવિધી કરવા જતા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

 આ પણ વાંચો –    સાહેબે 2014 થી અત્યાર સુધી ગાેળીઓ આપી હવે રસી આપશે : જયરાજસિંહ પરમાર

સિદ્ધપુર પોલીસ સ્ટાફ સિદ્ધપુર  કાર્તિકી પૂનમ ને લગતા બંદોબસ્તના અનુસંધાને લાલપુર ખાતે ફરજ બજાવી રહ્યાં હતાં  તે દરમિયાન બિલિયા ગામ તરફથી સવારે ૮.૩૦ ના સમયે એક લાલ રંગની મારુતિ સુઝુકી કંપનીની બ્રિઝા  ગાડી કે જેનો GJ_02_ CG_3448  નંબર  ગાડી   આવેલ જેને રોકી પુછપરછ કરતા ગાડીમાં બેઠેલા ગાડીચાલક ઉપરાંત બે વ્યક્તિઓને પૂછતા તેઓએ   સિદ્ધપુર    પિતૃ તર્પણ વિધિ કરવા જઈ રહ્યાં છે. તેમ જણાવેલ ત્યારબાદ પોલીસ સ્ટાફ દ્વારા તેઓને જણાવેલ કે અત્યારે તર્પણ વિધિ પર પ્રતિબંધ હોઇ  અત્યારે   કોઈપણ પ્રકારની વિધી થતી નથી જેથી આપ પરત થઈ જાઓ. પરંતુ ગાડીમાં બેઠેલા ઘનશ્યામભાઈ કાંતિલાલ સોલંકીએ જણાવેલ કે હું મહેસાણા નગર  નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ તેમજ વકીલ પણ છું તમે મને કેવી રીતે રોકી શકું તેવું કહી ઉશ્કેરાઈ જઈ કહેવા લાગ્યા કે, તમે મને ઓળખતા નથી તમને હું તમામને સસ્પેન્ડ કરાવી નાંખીશ. તેવી ધમકીઓ આપી જબરજસ્તીથી સિદ્ધપુર મુકામે   નદી  તરફ રવાના થઈ ગયા હતા. આ અંગેની જાણ ઉપરી અધિકારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર મકવાણાને  તથા તેઓએ સદર ગાડીને પકડી પાડી હતી ગાડીમાં બેઠેલા (૧)   ઘનશ્યામભાઈ કાંતિલાલ સોલંકી ઉમર વર્ષ ૪૯ (૨ ) જાગૃતિ બેન  ઘનશ્યામભાઈ  સોલંકી    ઉ  વ ૪૯ ( ૩)  ભાસ્કર  કાંતિલાલ સોલંકી રહે તમામ મહેસાણા તમામને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ઈસમોની તપાસ કરતા ગળામાંથી ગુજરાત અનુસુચિત જાતિ સ્વાધિકાર સંવાદ નવગુજરાત લખેલ  આઈકાર્ડ તેમજ   બ્રિઝા   ગાડી જેની કિંમત આશરે રૂપિયા ૫ લાખ ગણી મળી આવેલ. કબ્જે કરેલ ગાડી અને પોલીસ સાથે બોલાચાલી કરી પોલીસની બદલી કરાવી નાખવાની ધમકીઓ  ,  જબરજસ્તી કરી લાલ પુર ગામથી સિદ્ધપુર નદી તરફ ભાગી જઈ  તથા  પોલીસ ફરજમાં રૂકાવટ ઉભી કરેલ હોઈ તેઓના વિરૂધ્ધમાં ઈપીકો કલમ ૧૮૬  તથા ૧૮૮ મુજબ ગુનો દાખલ કરી આ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી  

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
8:25 am, Dec 6, 2024
temperature icon 19°C
overcast clouds
Humidity 38 %
Pressure 1015 mb
Wind 5 mph
Wind Gust Wind Gust: 7 mph
Clouds Clouds: 89%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:09 am
Sunset Sunset: 5:53 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0