મહેસાણા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત ઉદ્યોગ મંત્રીના અધ્યક્ષસ્થાને કલસ્ટર કક્ષાનો ભરતીમેળો યોજાયો…

October 6, 2025

-> વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનથી ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને એક નવી દિશા મળશે :-ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

ગરવી તાકાત મહેસાણા : આજરોજ ઉત્કર્ષ એજ્યુકેશન કેમ્પસ, પટેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ, મોટીદાઉ, મહેસાણા ખાતે ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત ઉત્તર ગુજરાતના રોજગારવાંચ્છુઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે કલસ્ટર કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ અવિરત પંથે આગળ વધતો રહ્યો છે.

ત્યારે મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનથી ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને એક નવી દિશા મળશે. જે યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે અનેક શૈક્ષણિક યોજનાઓના અમલીકરણ થકી યુવાનોમાં કૌશલ્ય સાથે શિક્ષણના મહત્વપૂર્ણ અભિગમને પાર પાડ્યો છે. આજે ભારત યુવા વિકાસના કારણે વિશ્વમાં ત્રીજા ક્રમે સ્થાન લેવા જઈ રહ્યો છે.  જે 2047 ના આત્મનિર્ભર ગુજરાતના પ્રકલ્પને સિદ્ધ કરવા માટેનું મહત્વ પરિબળ બની રહેશે.

વધુમાં તેમણે ઉમેર્યું કે આજનો યુવાન આવતીકાલનું ભવિષ્ય છે, જેના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર અવિરત કાર્યશીલ રહી છે. જે યુવાનોના શૈક્ષણિક અને ઔદ્યોગિક વિકાસની આગેકદમના ડગ ભરી રહી છે. આ રોજગાર ભરતીમેળામાં મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાના અગ્રગણ્ય એવા ૩૦ જેટલા નોકરીદાતા તથા અંદાજીત ૧૨૦૦ થી વધુ રોજગાર વાંચ્છુઓએ હાજરી આપી રોજગારીનો અવસર મેળવ્યો હતો. આ રોજગાર ભરતી મેળામાં રોજગારવાંચ્છુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવી ઇન્ટરવ્યુ આપ્યા હતા.

આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી મયંક નાયક, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, કડી ધારાસભ્યશ્રી રાજેન્દ્રકુમાર ચાવડા, અગ્રણીશ્રી ગીરીશભાઈ રાજગોર ઉપરાંત મહેસાણા પ્રાંત અધિકારીશ્રી, મહેસાણા જિલ્લા ઉદ્યોગ અધિકારીશ્રી, મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાના રોજગાર અધિકારીશ્રી સહિત રોજગાર કચેરી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0