ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ પાસેના જુહી પેટ્રોલપંપમાં મેનેજર સહિત પાંચ શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો…

February 28, 2026

ગરવી તાકાત પાટણ : ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ પાસેના જુહી પેટ્રોલપંપમાં મેનેજર સહિત પાંચ શખ્સો સામે રૂ. 1.25 કરોડથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો આ મામલે જ્ઞાતિસૂચક અપમાન અને ધમકી આપવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી મહેસાણાના દીપાબેન વિક્રમ લેઉવાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી તેમણે વર્ષ 2017માં પીંપળ ગામની સીમમાં જુહી પેટ્રોલપંપ શરૂ કર્યો અનુભવના અભાવે તેમણે ઝીલીયાના અનિલ ઉર્ફે શૈલેષ બાબુભાઈ દેસાઈને મેનેજર તરીકે રાખ્યા.

Chanamsap Petrol Pump Fraud: Manager, 5 Booked Under Atrocity Act

દીપાબેને મેનેજર અનિલ પર વિશ્વાસ મૂકી બેંકના દસ્તાવેજો અને સહી કરેલા કોરા ચેક સોંપ્યા વર્ષ 2024ના અંતમાં મેનેજરે પંપ નુકસાનમાં હોવાનું જણાવી દીપાબેન પાસેથી અલગ-અલગ લોન લેવડાવી કુલ રૂ. 33.85 લાખ ધંધામાં નખાવ્યા તેમ છતાં પંપ નુકસાનમાં ચાલતો હોવાનું કહી મેનેજરે હિસાબ આપ્યો ન ફરિયાદીએ તપાસ કરતા જાણવા મળ્યું કે મેનેજર અનિલ ઉર્ફે શૈલેષે પેટ્રોલપંપના ઓનલાઈન પેમેન્ટના રૂ. 74.48 લાખ સીધા પોતાના ખાતામાં લીધા આ ઉપરાંત, પંપના ખાતામાંથી પોતાના ખાતામાં રૂ. 33.80 લાખ ટ્રાન્સફર કર્યા.

Cheated of 64.80 crores by promising 194 crores

તેણે પોતાના ભત્રીજા રવિકુમાર વિષ્ણુભાઈ દેસાઈના ખાતામાં તેમજ અન્ય મિત્રોના ખાતામાં પણ રકમ ટ્રાન્સફર કરી કુલ રૂ. 1,25,83,545ની છેતરપિંડી આચરી આ ઘટના દરમિયાન રમેશભાઈ અમરતભાઈ દેસાઈ, હમીરભાઈ રમેશભાઈ અને રમેશભાઈ કાનજીભાઈ નામના શખ્સોએ પંપ પર આવી ફરિયાદી દીપાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમણે દીપાબેનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો પણ ભાંડી ચાણસ્મા પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 316(4), 318(2), 351(3), 296(b), 54 અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક પરેશ જયસુખલાલ રેણુકાને સોંપી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0