ચોરીયાઉ કાર લઇ ઊંઝા ઉનાવા હાઇવે પર ટહેલવા નીકળેલો કાર ચાલક એલસીબીના સકંજામાં ફસાયો

July 13, 2023

મહેસાણા એલસીબીની ટીમે ચોરીની કાર સાથે વાહનચોર ઇસમને ઊંઝા ઉનાવા હાઇવે પરથી ઝડપ્યોં 

ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્વીફટ કારની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી   

Sohan Thakor – મહેસાણા તા. 13- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંઝા ઉનાવા રોડ પરથી પસાર થતી સ્વીફ્ટ કારને અટકાવી કાર ચાલકને પુછતાછ કરી કાર ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હોવાનું બહાર આવતાં કાર સાથે કાર ચાલક વાહન ચોર ઇસમને ઝડપી ઉનાવા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણા જિલ્લામાં વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીઓ ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલી સૂચના મુજબ મહેસાણા એલસીબી પી.આઇ જે.પી. રાવના નેતૃત્વમાં મહેસાણા એલસીબી પીએસઆઇ એચ.એલ.જોષી,  એએસઆઇ રાજેન્દ્રસિંહ, દિલીપસિંહ, રાકેશકુમાર, પાર્થકુમાર, ભાવિકકુમાર સહિતનો સ્ટાફ ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભાવિકકુમાર તથા પાર્થકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

ઉનાવા પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ 379 વાહન ચોરીના ગુનામાં ચોરાયેલી સ્વીફટ કાર નંબર જીજે18-બીસી 3772 સાથે એક ઇમસ ઊંઝા તરફથી ઊનાવા હાઇવે રોડ પરથી પસાર થનાર છે તેમજ સ્વીફટ કારને નંબર પ્લેટ લગાવેલી નથી. જે બાતમીના  આધારે મહેસાણા એલસીબીનો સ્ટાફ એસ્સાર ચોકડી હાઇવે રોડ પર વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન ઊંઝા હાઇવે તરફથી આવતી સ્વીફટ કારને એલસીબીએ આડશો મુકી ઉભી રખાવી હતી અને કાર ચાલકનું નામ ઠામ પુછતાં ગોસ્વામી સચીનપુરી લક્ષ્મણપુરી રહે. હડમતીયા બાવાવાસ તા. વડગામવાળો હોવાનું જણાવ્યું હતું. જ્યારે સ્વીફટ કારની માલિકી તેમજ કાગળો બાબતે પ્રયુકિતથી ફોસલાવી પુછતાં તેમજ સ્વીફટ કાર ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં જોતાં આ સ્વીફ્ટ કાર ઉનાવા ખાતેથી ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેથી એલસીબીની ટીમે સ્વીફટ કાર 3.80 લાખ તથા મોબાઇલ મળી કુલ રુ. 3.85 લાખના મુદ્દામાલ સાથે કાર ચાલકને ઝડપી ઉનાવા પોલીસને સોપ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0