ઇમિટેશનનો ધંધો કરનાર વેપારીને મુંબઈની બાર ડાન્સર ગર્લ સાથેની દોસ્તી ભારે પડી

શેર કરવા અહીં ક્લિક કરો.

બાર ડાન્સર ગર્લ ફોટા અને વિડીયો મોબાઇલમાં લીધા બાદ વારંવાર રૂપિયાની માંગણી કરી બ્લેક મીલ કરતી હતી 

આખરે આબરૂ બચાવવા વેપારીએ અનેક વાર રૂપિયા બાર ગર્લને ટ્રાન્સર્ફર કર્યા આખરે થાકી જતાં પોલીસનું શરણ લીધું 

ગરવી તાકાત, રાજકોટ, તા. 13 – રાજકોટથી ઈમિટેશનના ધંધાના કામે વારંવાર મુંબઈ જતાં ઈમિટેશનના ધંધાર્થી યુવાનને મુંબઈની બાર ગર્લ સાથે દોસ્તી થઈ હતી. ત્યાં તેની સાથે હરવા કરવા જતાં તેમજ તેણીને રાજકોટ પણ લઈ આવ્યો હતો. પરંતું હાદમાં બાર ગર્લ સાથેની આ દોસ્તી તેને મોંઘી પડી ગઈ હતી. કારણ કે આ બાર ગર્લની સહેલી એવી અન્ય બાર ગર્લે યુવાન અને બાર ગર્લના ફોટા વીડિયો લઈ લીધા હોઈ તેના આધારે બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું. તેનો છેડો આ યુવાનના સાળાને પણ ફોટા વિડીયો મોકલી દીધા હતા. અલગ અલગ નંબરોમાંથી ફોન કરી ધમકીઓ આપતાં અંતે આ વેપારી યુવાને પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ રાજકોટની ભક્તિનગર પોલીસે દિલ્હીની યુવતીની ધરપકડ કરી છે.

Dance Bars in Mumbai: Bar owners celebrate SC's decision; Maharashtra govt  to appeal in co

રાજકોટના વેપારી ઈમરાન ધાનાણીએ પોલીસને જણાવ્યું છે કે હું રાજકોટના અલગ અલગ વેપારીઓ પાસેથી ઇમિટેશનનો માલ હોલસેલમાં ખરીદુ છું અને મુંબઈ, કુર્લા, ભુવનેશ્વર, કલ્યાણ, મલાડ સહિતના વિસ્તારના વેપારીઓને આ માલ હોલસેલમાં વેંચુ છું. બાર વર્ષથી મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં ઈમિટેશનને લગતો વેપાર કરું છું. ત્યાં પનવેલમાં નાઇટ રાઇડર ક્લબમાં આરોહી નામની છોકરી સાથે પરીચય થયો હતો. મારે ત્યાં અવાર-નવાર જવાનું થતું હોઈ અમારી વચ્ચે સારો પરિચય થઈ જતો અમે ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા હતા. આરોહી અને હું મુંબઈમાં અલગ અલગ જગ્યાએ ફરવા પણ જતાં હતાં. આરોહી સાથે તેની ફ્રેન્ડ ખુશ્બુ કે જે દિલ્હીની છે અને બેંગ્લોરમાં રહેતી હોઈ તેમજ મુંબઈમાં બિન્દાસ બારમાં બાર ગર્લ તરીકે કામ કરતી હતી, તે પણ અમારી સાથે આવતી હતી. અમારા ફ્રેન્ડ ગ્રુપમાં તેણી અવાર-નવાર સાથે હોઈ અમે મુંબઈમાં અલગ અલગ જગ્યાએ જતાં હતાં. આરોહી રાજકોટ આવી ત્યારે તેની સાથે ખુશ્બુ પણ આવી હતી. ત્યારે જામનગર રોડની હેરિટેજ હોટલે અમે બધા ફરવા ગયા હતાં. આ પછી અમારી પાસે એકબીજાના મોબાઈલ નંબર આવી ગયા હતાં.

ખુશ્બુનો નંબર પણ મારી પાસે હતો. તેણીએ ૨૭/૧૦/૨૩ના રોજ મને ફોન કરી કહેલું કે તારા અને આરોહીના તમે સાથે હો તેવા ફોટા અને વિડીયો મારા મોબાઈલમાં લઈ લીધા છે. મેં તેને આ વીડિયો ફોટો તારી પાસે ક્યાંથી આવ્યા? તેમ પુછતાં તેણે કહેલું કે આપણે ફરવા ગયા ત્યારે તારા ફોનમાંથી મેં ફોટા પાડી લીધા હતાં. આથી મેં તેને ફોટા વિડીયો ડિલીટ કરી દેવાનું કહેતાં તેણે કહેલું કે ડિલીટ કરવા હોય તો રૂા. ૪૫૦૦ ટ્રાન્સફર કરજે. જેથી મેં તેને રૂપિયા મોકલી દીધા હતાં. આથી તેણે પોતે વિડીયો, ફોટા ડિલીટ કરી નાંખશે. એ પછી તા. ૧/૧૧ના રોજ ફરીથી ખુશ્બુએ મને ફોન કરી તારા ફોટા-વિડીયો હજુ મારી પાસે છે, તારે મને ૪૦ હજાર ટ્રાન્સફર કરવા પડશે તેમ કહેતાં મેં હવે રૂપિયા નથી તેમ જણાવતાં તેણે હું કોટા-વિડીયો તારા ફેમિલીને મોકલી દઇશ.

આ પછી ઇમરાને ફઈના દિકરાના ખાતામાંથી ખુશ્બુના ખાતામાં 40 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતાં. એ પછી ૪/૨/૨૪ના રોજ ફરીથી ખુશ્બુએ ફોન કરી રૂપિયા માંગતા ઇમરાન ડરી ગયો હતો. પરિવારને ખબર પડી જશે તેવી બીકને કારણે રૂપિયા છ હજાર ટ્રાન્સફર કરી દીધા હતાં. ત્યારબાદ 14 એપ્રિલના રોજ ફરી તેણે ફોન કરી હવે 5 લાખ આપ નહિતર મારી પાસે એવા માણસો છે જે તને પતાવી દેશે. આ ધમકીથી ડરી જતાં અને આબરૂ જવાની બીક હોઈ કોઈને વાત ન કરી પંદર હજાર જેવી સગવડ કરી ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતાં. એ પછી માર્ચ મહિનામાં વ્હોટસએપ કોલ કરી ફરી પાંચ લાખ માંગી જો નહિ આપે તો ફોટા-વિડીયો તારા પરિવારને મોકલી દઈશ તેમ કહ્યુ હતુ. અત્યારે જ પંદર હજાર મોકલ તેમ કહેતાં મેં ખુશ્બુને પંદર હજાર મોકલી દીધા હતાં.

ત્યારબાદ ૧૮/૪ના રોજ ખુશબુએ મારા સાળા સલમાન ખેરાણીના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તેની સાથે મેસેજથી વાત કરી કહેલું કે- મુજે ઈમરાન કે બારે મેં આપ સે કુછ બાત કરની હૈ, ફોન ઉઠાઓ…તેમ કહેતાં મારા સાળાએ ઇન્સ્ટાગ્રામમાં ફોન ઉપાડતાં ખુશ્બુએ વ્હોટ્સએપ નંબર માંગતા મારા સાળાએ આપતાં તેના વ્હોટ્સએપ કોલ થોડીવાર બાદ આવ્યો હતો. ટુ કોલર હોઈ તેમાં ક્રાઈમ બ્રાંચ લખેલુ દેખાયું હતું. જેમાંથી મારા અને આરોહીના સાથે ફરવા ગયેલા હોય તેવા ફોટા-વિડીયો મોકલાયા હતાં. તેમજ મારા સાળા સલમાને મને આ વાતની જાણ કરી હતી. મારી પત્નિને પણ આ ફોટો-વિડીયો મોકલવા ખુશ્બુએ મારા સાળાને કહ્યું હતું.

આ પછી ખુશ્બુ વ્હોટ્સએપમાં ફરિયાદી ઇમરાન અને તેની પત્નિને મેસેજ કરી ફોન કરી ધમકીઓ આપતી હતી. તેમાં ક્રાઇમ બ્રાંચ લખેલુ આવતું હોઈ હું ડરી ગયો હતો. આ રીતે ખુશ્બુ બ્લેકમેઈલ કરી મારી પાસેથી ૯૫૫૦૦ પડાવી વધુ પાંચ લાખ માંગી સતત ધમકીઓ આપતી હોઈ અંતે મેં સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન ૧૯૩૦માં જાણ કરી હતી અને ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ભક્તિનગર પોલીસની ટીમને આરોપી ખુશ્બુ દિલ્લી હોવાની જાણ થતાં ભક્તિનગર પોલીસની ટીમે દિલ્લી પહોંચીને બારગર્લને પોલીસે સકંજામાં લઈ વિશેષ તપાસ હાથ ધરી છે અને આ ઉપરાંત અન્ય કોઈ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે અને ફરિયાદી અને આરોપીની મિત્ર આરોહીનો હાલ આ ગુન્હામાં કોઈ રોલ સામે નથી આવ્યો. પંરતુ તેનો આ કોઈ રોલ છે કે નઈ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.સાથે જ પોલીસે અપીલ કરી છે કે કોઈપણ સાથે આ પ્રકારનો ગુન્હો બને તો કોઈપણ જાતના સંકોચ વગર સાયબર ક્રાઇમમાં જાણ કરવી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.