ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો વોર્ડ નંબર 2 ના પૂર્વ નગરસેવક અને પૂર્વ પાણી પુરવઠા ચેરમેન સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં જ આ ઘટના બની જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો સાગર માળીના પિતા પ્રતાપ માળી પણ પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા.

છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 2માં માળી પરિવારનો દબદબો રહ્યો સાગર માળી અગાઉ ભાજપમાંથી કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા અપક્ષ ઉમેદવારી નોંધાવવા અંગે સાગર માળીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ખોટા નિયમો બનાવીને તેમને ટિકિટ આપવાની ના પાડી લોકોની લાગણી અને આગ્રહને માન આપીને તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને લોકોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે અને તેઓ 100 ટકા જીતની આશા રાખે સાગર માળીએ વધુમાં કહ્યું કે પાર્ટીમાં બધા સાથે અન્યાય કરવામાં આવ્યો જો આ નિયમ ફક્ત કોર્પોરેટરો પૂરતો હોય તો તે MLA અને MP માટે પણ લાગુ પડવો જોઈએ તેમણે સ્પષ્ટ કર્યું કે જો આ નિયમ સર્વે માટે હોય તો તેઓ આજે પણ ફોર્મ પરત ખેંચવા તૈયાર.


