ક્રિકેટ જગત માટે મોટી ખોટ : વર્ષ 2022માં વિશ્વના ઘણા મહાન ક્રિકેટરોએ દુનિયાને અલવિદા કહ્યું

December 31, 2022

શેન વોર્નથી લઈને એન્ડ્ર્યુ સાયમન્ડ્સ, આ મહાન ક્રિકેટરોએ આ વર્ષે દુનિયાને અલવિદા કહ્યું

આ મહાન ખેલાડીઓનું નિધન ક્રિકેટ જગત માટે મોટી ખોટ છે

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકો માટે આ વર્ષ સૌથી દુઃખદ રહ્યું છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાના ત્રણ દિગ્ગજ ક્રિકેટરોએ દુનિયાને અલવિદા કહ્યું. જેમાં શેન વોર્ન, રોડની માર્શ અને એન્ડ્ર્યુ સાયમન્ડ્સના નામ સામેલ છે. રોડની માર્શ અને શેન વોર્નના મૃત્યુમાં માત્ર થોડા દિવસોનો જ ફરક હતો. જ્યારે, સાયમન્ડ્સનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને દરેક ક્રિકેટ ચાહક તેમના નિધન વિશે જાણીને દુઃખી થયા હતા. આજે અમે જણાવી રહ્યા છીએ કે, આ વર્ષે કયા મહાન ક્રિકેટરોના નિધનથી ક્રિકેટ જગતને મોટું દુખ થયું છે.

શેન વોર્ન : 

ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની વયે નિધન થયું છે. તે થાઈલેન્ડમાં રજાઓ માણી રહ્યો હતો. ત્યારે તેને હુમલો આવ્યો અને થોડા સમયમાંજ તેનું મૃત્યું થયુ હતુ. શેન વોર્ને ભારત વિરુદ્ધ 1992માં સિડની ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતુ, તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ જાન્યુઆરી 2007માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિડનીમાં રમ્યો હતો. વોર્નના નામે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન બાદ સૌથી વધુ વિકેટ લેવાનો રોકોર્ડ છે. શેન વોર્ન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો.

રોડની માર્શ

પૂર્વ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર રોડ માર્શનું 74 વર્ષની ઉંમરમાં નિધન થયું, તે એક અઠવાડિયા સુધી કોમામાં રહ્યા હતા. ત્યારબાદ તેનું નિધન થયું હતુ, રોડ માર્શે 1968માં પોતાના કરિયરની શરુઆત કરી હતી અને 1984માં સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના કરિયરમાં 869 કેચ પણ લીધા છે. રોડ માર્શે પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખવા, કોચિગ આપવી અને બાદમાં માર્ગદર્શન આપવામાં મદદ કરી. ઓસ્ટ્રેલિયા સિવાય તેણે ઘણા દેશોમાં કોચ અને ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 96 ટેસ્ટમાં 26.51ની એવરેજથી 3633 રન બનાવ્યા હતા. આ સાથે 355 વિકેટ પણ ઝડપી હતી.

એન્ડ્રુ સાયમન્ડ્સ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે 46 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. ટાઉન્સવિલેમાં કાર અકસ્માતમાં સાયમન્ડ્સનું મૃત્યુ થયું હતું. સાયમન્ડ્સે 1998માં ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. સાયમન્ડ્સે 11 વર્ષ (1998-2009)ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા માટે ઘણી વખત એકલા હાથે મેચો જીતી હતી. તેણે 2003 અને 2007માં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સાયમન્ડ્સે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા માટે કુલ 26 ટેસ્ટ, 198 ODI અને 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 40.61ની એવરેજથી 1462 રન, વનડેમાં 39.44ની એવરેજથી 5088 રન અને T20માં 48.14ની એવરેજથી 337 રન કર્યા છે. આ સિવાય સાયમન્ડ્સે ટેસ્ટમાં 24 વિકેટ, વનડેમાં 133 વિકેટ અને ટી20માં આઠ વિકેટ ઝડપી હતી.

અસદ રઉફ

પાકિસ્તાનના પૂર્વ અમ્પાયર અસદ રઉફે પણ આ વર્ષે જ દુનિયા છોડી દીધી હતી. તેમણે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રઉફનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. અસદ રઉફને 170 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગનો અનુભવ હતો. જેમાં 49 ટેસ્ટ, 23 T20 અને 98 ODI સામેલ છે. આ સિવાય તે 15 ટેસ્ટ મેચમાં ટીવી અમ્પાયરની ભૂમિકામાં પણ હતો. અસદ રઉફની અમ્પાયરિંગ કારકિર્દી વર્ષ 2000 થી 2013 સુધી ચાલી હતી. દરમિયાન, તે ICCની એલિટ અમ્પાયરિંગ પેનલનો સભ્ય પણ હતો.

હૈદર અલી

ભારતના ડોમેસ્ટિક ક્રિકેટમાં જાણીતું નામ હૈદર અલીએ પણ આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રખ્યાત સ્પિનર ​​હૈદર અલીએ લાંબી માંદગી બાદ દુનિયાને અલવિદા કહી દીધું. હૈદર અલી ડાબા હાથનો મધ્યમ ઝડપી બોલર હતો, પરંતુ તેને ડાબા હાથના સ્પિનર ​​તરીકે ખ્યાતિ મળી હતી. હૈદર અલીને વર્ષ 1963-64માં પ્રથમ વખત યુપી રણજી ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. બાદમાં તે રેલ્વે તરફથી રણજી રમ્યો, જેનું તેણે પ્રતિનિધિત્વ પણ કર્યું. આ ઉપરાંત તેણે સેન્ટ્રલ ઝોનની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું અને વર્ષ 1987-88 સુધી ક્રિકેટર તરીકે સક્રિય રીતે રમ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0