કડીમાં આવેલ 3 પગથિયાં પાસે 2 બાઇક ઉપર પીપળાનું ઝાડ પડતાં ભૂકો થઈ ગયો સાથે દીવાલ ધરાશાયી

શેર કરવા અહીં ક્લિક કરો.

— કડીમાં અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો છુટો- છવાયો વરસાદ

ગરવી તાકાત મહેસાણા : રાજ્યની અંદર છેલ્લા ગણા દિવસ થી ખૂબજ પ્રમાણ ગરમી અને બફારા નું વાતાવરણ હતું. ત્યારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.અને બપોરે એકા એક વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી.ત્યારે ફૂલ પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો. એકાએક તોફાની પવન સાથે વરસાદ ચાલુ થઈ જતા પીપળાનું વૃક્ષ નીચે પડી ગયું.
ધોધમાર વરસાદ પડ્યા બાદ આજે કડીમાં પણ તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડ્યો છે. વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાવવા ઉપરાંત વૃક્ષો ઉખડી ગયાની પણ ઘટના સામે આવી છે. બપોરના સુમારે અચાનક જ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ શરુ થઈ જતાં રસ્તા પરથી પસાર થતાં લોકોએ વરસાદથી બચવા દોડાદોડ કરી નાખી હતી.
એકધારો વરસાદ ના પડતો હોવાના કારણે રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા છે.આ દરમિયાન શહેરમાં સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડયા હતા.ત્યારે કડી માં આવેલ ત્રણ પગથિયાં પાસે આવેલ બિલાડી ની ખડકી એ આવેલ વર્ષો જૂનું પીપળાનું ઝાડ વધારે પવન ફૂંકાતા ઝાડ નીચે પડી ગયું હતું
અને ત્યાં નીચે પાર્ક કરેલ બે બાઇક ઉપર પડતાં બાઈક નો ભૂકો થઈ ગયો હતો. અને સાથે સાથે ત્યાં રહેલ નાની દીવાલ પણ ધરાશાયી થઈ હતી. જોકે મોટી જાનહાનિ ટળી હતી. સમગ્ર પંથક બંધ થઈ જતાં ત્યાં સ્થાનીક લોકોએ ભેગાં મળી ને ત્યાંથી રાહદારીઓ માટે અવર જવરનો રસ્તો થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.