સાંકળચંદ પટેલ યનિવર્સિટીના MCA પ્રોગ્રામમાં 5 દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MCA ડીપાર્ટમેન્ટ માં 5 દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો. દર વર્ષે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના MCA ડીપાર્ટમેન્ટ દ્વારા નવી બેચ ના વિદ્યાર્થીઓ ને MCA માં આવકારવામાં આવે છે અને શૈક્ષણિક પ્રવૃત્તિ ના ભાગરૂપે આ પ્રકારના પ્રોગ્રામ યોજવામાં આવે છે. આ પાંચ દિવસીય પ્રોગ્રામમાં પ્રથમ દિવસે જે વિદ્યાર્થીઓએ MCA માં પ્રવેશ મેળવ્યો છે એમનું થર્ડ સેમિસ્ટરના વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું હતું અને એ પછી બીજા દિવસે વિદ્યાર્થીઓને કેમ્પસ વીસીટ કરાવી હતી.

ત્યારબાદ ત્રીજા દિવસે interaction with senior students, one minute game, dumb charades જેવી પ્રવૃત્તિ કરાવી હતી અને ચોથા દિવસે Quiz અને group discussion યોજવામાં આવ્યું હતું જેમાં ફર્સ્ટ અને થર્ડ સેમિસ્ટર ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ થી ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં છેલ્લા 20 વર્ષથી MCA પ્રોગ્રામ કાર્યરત છે. આ વર્ષે આ પ્રોગ્રામમાં 90 થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. કારકિર્દી માટે શ્રેષ્ઠ એવી આ Computer science ની ડિગ્રીમાં letest technologies જેવી કે Machine Learning, Advance Python, Laravel, Advance Java જેવા સ્પેશ્યલાઇઝેશન વિષય ભણાવવા માં આવે છે. આ સંસ્થામાં સ્નાતક બાદ MCA ચલાવવામાં આવે છે અને મહત્તમ પ્લેસમેન્ટ માટે રેકોર્ડ છેલ્લા બે વર્ષથી આ પ્રોગ્રામ દ્વારા સ્થાપવામાં આવ્યો છે.

ઓરિએન્ટેશન પ્રોગ્રામના છેલ્લા દિવસે “RECENT TRENDS AND OPPORITUNITIES IN CYBER SECURITY AND DIGITAL FORENSICS” વિષય ઉપર એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ગેસ્ટ તરીકે ગાંધીનગરથી ડૉ. શ્રી દિગ્વિજયસિંહ રાઠોડ,એસોસિએટ ડીન સ્કૂલ ઓફ સાયબર સીક્યુરીટી એન્ડ ડીજીટલ ફોરેન્સિક , નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી (આઈ એન આઈ), એમ એચ એ, જીઓઆઈ હાજર રહ્યા હતા. ડૉ. શ્રી દિગ્વિજયસિંહ રાઠોડે પોતાની સ્પીચ માં દિન પ્રતિદિન ઈન્ટરનેટ, મોબાઈલ ફોન અને કોમ્પુટરનો ઉપયોગ વધતો જાય છે જેમાં આપણે ગણી બધી પ્રાઇવેટ માહિતી શેર કરતા હોઈએ છીએ જે લીક અથવા ચોરી ના થાય એના માટે આપણે શું સાવધાની રાખવી જોઈએ એના વિષે જણાવ્યું હતું.

અને વધુ માં એમણે એ પણ જણાવ્યું હતું કે જયારે ઈન્ટરનેટ ઉપર સાયબર એટેક થાય છે ત્યારે એને રોકવા માટે સાયબર સેક્યુરીટી એક્ષ્પર્ટ દ્વારા કેવા પગલા લેવામાં આવે છે. એમણે મોબાઈલ ફોન થી થતા નુકશાન વિષે વિદ્યાર્થીઓ ને સમજાવ્યું હતું કે આપણે જયારે કોઈપણ લીંક ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે આપણી બધીજ પર્સનલ ઇન્ફોર્મેશન લીક થતી હોય છે માટે જો આપણને પૂરી જાણકારી ના હોય તો કોઈ પણ લીંક ઉપર ક્લિક કરવું નહિ. આ રીતે ડૉ. શ્રી દિગ્વિજયસિંહ રાઠોડે વિદ્યાર્થીઓને સાયબર એટક થી થતા નુકશાન વિષે સંપૂર્ણ માહિતી આપી હતી.

આ પ્રોગ્રામ માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહે વિદ્યાર્થીઓને આવકારીને ભવિષ્યમાં કારકિર્દી નિર્માણ માટે પ્રેરણા પુરી પાડી હતી. સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના પ્રિન્સિપાલ શ્રી ડૉ. સંતોષ શાહે વિદ્યાર્થીઓને શાબ્દિક આવકાર આપીને કોમ્પ્યુટર સાયન્સમાં કારકિર્દી પસંદ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. એસોસિએટ ડીન, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ અને HOD, MCA, SPCE ડૉ. ઇદ્રીશ આઈ સંધીએ MCA ની ઉપલબ્ધીઓ જણાવીને આ વર્ષની રૂપરેખા વિશે જાણકારી આવી હતી. આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સના ડીન ડૉ. કે. જે.મોદી અને શ્રી સી.જે.પટેલ બી.સી.એ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. એ.બી. જાડેજા હાજર રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.