ઊંઝાના 20 વર્ષીય યુવતીને રાતના અંધારામાં ખેતરમાં મળવા બોલાવી પરાણે દુષ્કર્મ આચર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

— આ ઘટના બાદ યુવતીએ ઊંઝા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતી સાથે દુષ્કર્મ આચરનાર યુવક કિરણજી સુદાજી ઠાકોર અને તેને મદદગારી કરનાર દિલીપ ચૌધરી નામના બે શખ્સ સામે ફરિયાદ પોલીસે નોંધી છે.

ગરવી તાકાત મેહસાણા:રાજ્યમાં મહિલાઓ પર શારીરિક શોષણના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ઉંઝા તાલુકાના એક ગામમાં 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરાવવામાં આવ્યું છે. હવસખોરે ઊંઝા તાલુકાના એક ગામમાં 20 વર્ષીય યુવતીને તેનો ભાઈ અંધારામાં બહાર ફરતો હોવાનો ફોન કર્યો હતો અને ત્યારબાદ બળજબરી પૂર્વક ખેતરમાં ઢસડી જઇ દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના બાદ યુવતીએ ઊંઝા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતી સાથે દુષ્કર્મ આચરનાર યુવક કિરણજી સુદાજી ઠાકોર અને તેને મદદગારી કરનાર દિલીપ ચૌધરી નામના બે શખ્સ સામે ફરિયાદ પોલીસે નોંધી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, ઊંઝા તાલુકાના એક ગામની ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે. ઉંઝા તાલુકાના એક ગામડામાં 20 વર્ષીય યુવતીને તેનો ભાઈ અંધારામાં બહાર ફરતો હોવાનો ફોન કરી હવસખોરે સમગ્ર પ્લાન ઘડ્યો હતો. ત્યારબાદ ભાઈને લેવા આવવાના બહાને યુવતીને બહાર બોલાવી હવસખોર યુવકે બળજબરી પૂર્વક ખેતરમાં ઢસડી જઇ દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને સિદ્ધપુર ખળી ચાર રસ્તા ઉતારી દીધી હતી.

નોંધનીય છે કે, દુષ્કર્મ આચરનાર યુવક કિરણજી સુદાજી ઠાકોર અને તેને મદદગારી કરનાર યુવક દિલીપ ચૌધરી સામે ફરિયાદ કરવામાં આવી છે. યુવતીએ ઊંઝા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.