મહેસાણા જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ ઝુંબેશ: ચાર દિવસ તમામ બૂથ પર બીએલઓ હાજર રહેશે

October 9, 2026

 

ગરવી તાકાત ઃ 9-10-2026

મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષિલ મીણાના જણાવ્યા અનુસાર ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર મહેસાણા જિલ્લામાં મતદાર યાદીની સતત સુધારણા પ્રક્રિયાને વેગ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઈ પણ લાયક મતદાર યાદીમાં નોંધાયા વગર ન રહી જાય તે હેતુથી વ્યાપક સ્તરે નામની નોંધણી અને સુધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, આ વિશેષ ઝુંબેશ આગામી ૧૧ ઓક્ટોબર, ૧૮ ઓક્ટોબર, ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બરના રોજ મહેસાણા જિલ્લાના તમામ મતદાન મથકો પર યોજાશે. આ નિયત દિવસો દરમિયાન જિલ્લાના દરેક મતદાન મથક પર સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી સંબંધિત બી.એલ.ઓ. ફરજ પર હાજર રહેશે. આ સુવિધાને કારણે નાગરિકોએ કચેરીઓના ધક્કા ખાવાને બદલે પોતાના રહેણાંક વિસ્તારના નજીકના મતદાન મથકે જઈને ખૂબ જ સરળતાથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

આ ખાસ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય નવા મતદારોના નામોની નોંધણી કરવાની સાથે સાથે હયાત મતદાર યાદીમાં રહેલી ક્ષતિઓ સુધારવાનો છે. આ દિવસો દરમિયાન મતદાન મથકો પર નવા નામો ઉમેરવા, મતદાર યાદીમાં જરૂરી સુધારા-વધારા કરવા તેમજ અગાઉ બાકી રહી ગયેલા લાયક મતદારોની નોંધણી જેવી મહત્વની કામગીરી પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવશે.

વિશેષ કરીને ૧૮ થી ૧૯ વર્ષની વયના નવયુવાનો, જેઓ પ્રથમ વખત લોકશાહીની પ્રક્રિયામાં જોડાવા જઈ રહ્યા છે, તેમના માટે આ ઝુંબેશ એક મહત્વની તક પૂરી પાડશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મહેસાણાના તમામ યુવાનો અને જાગૃત નાગરિકોને આ વિશેષ આયોજનનો મહત્તમ લાભ લેવા માટે ખાસ અનુરોધ કર્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0