વડનગર પેટ્રોલ પંપ હાઈવે પર ચાલુ બાઇક અગનગોળો બની: ધુમાડો નીકળતાં જ ચાલક નીચે કૂદી જતાં આબાદ બચાવ

October 9, 2026

ગરવી તાકાત ઃ9-10-2026

વડનગર શહેરમાં જૂના બસ સ્ટેશન નજીક એક ચાલુ બાઇકમાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. પલ્સર બાઇક જોતજોતામાં આગની લપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, બાઇકચાલક યુવકની સમયસૂચકતાને કારણે તેનો ચમત્કારિક બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સમીર પટેલ નામના યુવક પોતાની પલ્સર બાઇક (નંબર: જીજે 02 બીજે 8001) લઈને વડનગર પેટ્રોલ પંપ હાઈવે તરફથી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન જૂના બસ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે તેમને બાઇકના નીચેના ભાગમાંથી અસામાન્ય ગરમીનો અહેસાસ થયો હતો. શંકા જતાં તેમણે તુરંત બાઇક સાઈડમાં ઊભી રાખી તપાસ કરતાં નીચેથી તીવ્ર ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

સમીરભાઈ સમયસર બાઇક પરથી નીચે ઊતરી જતાં જ ગણતરીની મિનિટોમાં આખી બાઇકમાં આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં મોટરસાઇકલ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો તેમજ વાહનચાલકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બાઇકમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ તે અંગેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0