ઊંઝાના ગામ-તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો: ફાયર વિભાગે ભારે જહેમત બાદ બહાર કાઢી પોલીસને સોંપ્યો

September 28, 2026

ગરવી તાકાત ઃ 28-9-2026

ઊંઝાના મલ્લોત ચોક સ્થિત જી.એલ. પટેલ હાઈસ્કૂલ સામે આવેલા ગામ-તળાવમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો દેખાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ અંગે તાત્કાલિક ૧૧૨ પર જાણ કરવામાં આવતા ઊંઝા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ગણતરીની ૮ મિનિટમાં જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થળ પર પહોંચેલી ફાયર ફાઈટરની ટીમે સમય ગુમાવ્યા વગર તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. ઊંઝા ફાયર વિભાગના જવાનો આકાશ યોગી, મન ધોબી અને દર્શન પ્રજાપતિએ લગભગ એક કલાકની સતત ભારે જહેમત બાદ મૃતદેહને તળાવના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ફાયર ટીમે મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢી સ્થાનિક પોલીસને સુપરત કર્યો હતો. સમગ્ર ઘટના અંગે હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી મૃતકની ઓળખ મેળવવા સહિત આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0