મહેસાણાના નાગલપુરમાં ગ્રાહક સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો

September 28, 2026

મહેસાણા મેકડોનાલ્ડ્સમાં કોલ્ડ્રિંક્સમાંથી જીવડું મળતા મચ્યો હડકંપ: ફૂડ વિભાગે આઉટલેટને તાળા મારી દીધા

કિચનમાં ગંદકી, ઓઈલની ખરાબ ગુણવત્તા અને સ્ટાફના બેજવાબદાર વર્તનને પગલે તંત્ર દ્વારા લાલ આંખ, આઉટલેટને સુધારા નોટિસ ફટકારી

ગરવી તાકાત 29-9-2026

મહેસાણાના નાગલપુર સ્થિત જાણીતી અને આંતરરાષ્ટ્રીય ફાસ્ટ ફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહક સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક આઘાતજનક ઘટના સામે આવી છે, જેના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મુજબ, શહેરના બે જાગૃત યુવાનો નાગલપુર ખાતેના મેકડોનાલ્ડ્સ આઉટલેટ પર બર્ગર અને કોલ્ડ્રિંક્સ, ખાસ કરીને કોકનો આનંદ માણવા માટે ગયા હતા. જ્યાં, કોલ્ડ્રિંક્સ પીતી વખતે ગ્રાક યુવકને ડ્રિંકની અંદર એક જીવડું તણાઈ આવેલું સ્પષ્ટપણે દેખાયું હતું, જેનાથી તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

આ અત્યંત ગંભીર બાબતે યુવકોએ તાત્કાલિક સ્થાનિક સ્ટાફને જાણ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને લેખિત ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આઉટલેટના સ્ટાફે પોતાની બેદરકારી અને ભૂલ સ્વીકારવાના બદલે, જીવડું બહારથી ઉડીને આવ્યું હોવાનું વાહિયાત અને હાસ્યાસ્પદ બહાનું કાઢીને ગ્રાહકોને ગુમરાહ કરવાનો અને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. રેસ્ટોરન્ટના સંચાલકો તરફથી કોઈ સંતોષકારક કે યોગ્ય પ્રતિસાદ ન મળતા નારાજ થયેલા અને ગ્રાહક અધિકારો પ્રત્યે જાગૃત ગ્રાહક તીર્થ પટેલે તુરંત જ સ્થળ પર પોલીસ કંટ્રોલ રૂમ (PCR) બોલાવી હતી અને પોલીસ હસ્તક્ષેપની માંગ કરી હતી.

પોલીસના આગમન બાદ અને સ્ટાફ તરફથી કોઈ સંતોષકારક પગલાં ન લેવાતાં, આખરે યુવકોએ ગ્રાહક સુરક્ષા અને જનજાગૃતિના હેતુથી સમગ્ર શરમજનક ઘટનાનો આબેહૂબ વીડિયો બનાવી લીધો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ વીડિયો જોતજોતામાં ખૂબ વાયરલ થતાં સમગ્ર મહેસાણા શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને મેકડોનાલ્ડ્સ જેવી બ્રાન્ડની સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી પર ગંભીર સવાલો ઊભા થયા હતા. લોકોમાં રોષ ફેલાતા, આ વાયરલ વીડિયોને ફૂડ વિભાગ દ્વારા પણ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરીએ આ વાયરલ વીડિયોને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે પોતાની ટીમ સાથે મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ પર પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, મેકડોનાલ્ડ્સના કિચનમાં ભારે અસ્વચ્છતા, ગંદકીના ઢેર, જરૂરી ડોક્યુમેન્ટેશનનો અભાવ તેમજ ચોંકાવનારી બાબત એ કે, ગુણવત્તા વગરનું અત્યંત ખરાબ અને ઝેરી ફ્રાય ઓઈલ મળી આવ્યું હતું, જેનો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખેલ થઈ રહ્યો હોવાનું સાબિત થયું હતું.

આ ગંભીર બેદરકારી સામે આવતા જ ફૂડ વિભાગે લાલ આંખ કરી છે અને તાત્કાલિક અસરથી રેસ્ટોરન્ટ સંચાલકોને સુધારા નોટિસ ફટકારી છે અને નાગલપુર ખાતેના મેકડોનાલ્ડ્સ આઉટલેટને સીલ મારીને બંધ કરાવી દીધું છે. ફૂડ વિભાગ દ્વારા સંચાલકોને સ્પષ્ટ અને કડક સૂચના આપવામાં આવી છે કે જરૂરી સુધારા-વધારા કર્યા બાદ, સ્વચ્છતા જાળવવાના તમામ ધોરણો પૂર્ણ કર્યા પછી અને ફરીથી તપાસ કરાયા પછી જ આ યુનિટ પુનઃ શરૂ કરી શકાશે, ત્યાં સુધી તે બંધ જ રહેશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0