પર્યાવરણ જાળવણી અને સુરક્ષા સાથે અનોખી પહેલ

September 21, 2026

મહેસાણા મનપાના કૃત્રિમ કુંડમાં ૩૯૦૦થી વધુ મૂર્તિઓનું વિસર્જન: ડ્રોન દ્વારા હાઈટેક વિસર્જન બન્યું મુખ્ય આકર્ષણ

ગરવી તાકાત ઃ 21-9-2026

ભક્તિમય માહોલમાં રેમ્પ, ક્રેન અને ફુવારાની ભવ્ય વ્યવસ્થા વચ્ચે નિર્માલ્યમાંથી અગરબત્તી બનાવવાનો શ્રેષ્ઠ વિચાર

મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણનું જતન કરવા અને નદી-તળાવોમાં સર્જાતી અકસ્માતની દુર્ઘટનાઓ રોકવાના ઉદ્દેશથી મનપા દ્વારા ખાસ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની આસ્થા અને સુરક્ષાને ધ્યાને રાખી ઊભા કરાયેલા આ ભક્તિમય માહોલમાં અત્યાર સુધીમાં ૩૯૦૦થી વધુ ગણેશ પ્રતિમાઓનું સફળતાપૂર્વક વિસર્જન સંપન્ન થયું છે.

આ વર્ષના ગણેશ વિસર્જનમાં સૌથી મોટું આકર્ષણ ડ્રોન ટેકનોલોજી રહ્યું હતું. ભાવિશાબેન પ્રદીપભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ દ્વારા કરાયેલા પ્રેરણાદાયી આયોજન હેઠળ પાણીમાં ઊતર્યા વિના ડ્રોનની મદદથી બાપ્પાની મૂર્તિને કુંડમાં પધરાવીને આધુનિક અને ઈકો-ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર શહેરમાં ભારે ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વિસર્જન સ્થળે ભક્તોની સુવિધા અર્થે ખાસ રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મૂર્તિઓને કોઈ પણ ક્ષતિ વિના સીધી જ કુંડમાં પધરાવી શકાય. આ ઉપરાંત વિશાળ કદની મૂર્તિઓ માટે ક્રેન અને સ્થળની શોભા વધારવા માટે ફુવારા તેમજ સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઊમટી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગનો સ્ટાફ પણ ૨૪ કલાક ખડેપગે તૈનાત છે.

મનપા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે પણ એક પ્રશંસનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે. વિસર્જન સમયે ભક્તો દ્વારા અર્પણ થતા ફૂલ અને પૂજા સામગ્રીને અલગથી એકત્રિત કરવામાં આવી રહી છે. આ એકત્રિત નિર્માલ્યમાંથી ધૂપ અને અગરબત્તી જેવા પર્યાવરણપૂરક ઉત્પાદનો બનાવવા અંગે મનપા તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા હાથ ધરાઈ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0