સેઢાવી લૂંટ કેસ: ખેડૂતને બંધક બનાવી લૂંટ ચલાવનારા ૪ શખ્સોને લાંઘણજ પોલીસે દબોચ્યા

August 27, 2026

ગરવી તાકાત 27-8-2026

મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જૂની સેઢાવી ગામે રાત્રિના સુમારે ખેતરમાં ઊંઘી રહેલા નિર્દોષ ખેડૂતને છરીની અણીએ બંધક બનાવી રોકડ તથા ભેંસની લૂંટ ચલાવવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. જોકે લાંઘણજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ લૂંટનો ભેદ ઉકેલી નાખી ચારેય લૂંટારુઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જૂની સેઢાવી હાડવી રોડ ખાતે રહેતા ખેડૂત રતુજી ભગાજી વાઘેલા રાત્રિના સમયે પોતાના ખેતરમાં ઊંઘી રહ્યા હતા. તે દરમિયાન ચાર અજાણ્યા શખ્સો ખેતરમાં ઘૂસી આવ્યા હતા અને ખેડૂતને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ખેડૂતના ખિસ્સામાંથી ૧૨,૦૦૦ રૂપિયાની રોકડ રકમ બળજબરીપૂર્વક લૂંટી લીધી હતી અને ખેડૂત કોઈ પ્રતિકાર ન કરી શકે તે માટે તેમને દોરડા વડે ખેતરમાં જ બાંધી દીધા હતા. લૂંટારુઓ ખેતરમાં બાંધેલી ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતની ભેંસને પોતાના પિકઅપ ડાલામાં ભરીને અંધારામાં ફરાર થઈ ગયા હતા.

આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર રતુજી વાઘેલાએ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ગાંધીનગર રેન્જ આઈજીપી વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને ડીવાયએસપી મિલાપ પટેલની સીધી સૂચનાથી લાંઘણજ પી.આઈ. એ.એમ. ગેલોતના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.કે. તુવર સહિતનો પોલીસ કાફલો આરોપીઓને ઝડપી લેવા તપાસમાં જોતરાયો હતો.

દરમિયાન પોલીસ સ્ટાફના મહેન્દ્રસિંહ ભીખાજી અને નરેન્દ્રસિંહ કલ્યાણસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં વપરાયેલ પિકઅપ ડાલુ તથા લૂંટેલી ભેંસ સાથે ચારેય શખ્સો મંડાલી ગામની સીમમાં આવેલ મૌસીનખાનના ખેતરમાં છુપાયેલા છે. આ બાતમીના આધારે પોલીસે તાબડતોબ દરોડો પાડીને જૂની સેઢાવીના રવીન્દ્રસિંહ ચંદુજી ચાવડા, ચંદુજી નાથાજી ચાવડા, જીતેન્દ્રસિંહ પરથીજી ચાવડા તેમજ નંદાસણના સમીરશા અબ્દુલશા દીવાન નામના ચારેય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૨,૦૦૦ રૂપિયા રોકડા, ૫૦ હજારની કિંમતની ભેંસ તેમજ ગુનામાં વપરાયેલ ૩ લાખ રૂપિયાનું પિકઅપ ડાલુ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0