ગરવી તાકાત પાટણ : એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ-ANTF ગાંધીનગર ઝોનની ટીમે પાટણ તાલુકાના ડેર ગામ પાસેથી 2 કિલો 10 ગ્રામ અફીણ સાથે બે આરોપીઓની ધરપકડ કરી આ કાર્યવાહીમાં અફીણ, રોકડ અને અન્ય સામાન મળી કુલ ₹11,06,110નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ANTF ગાંધીનગરના પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જે. બલોચના માર્ગદર્શન હેઠળ ડિટેક્ટીવ પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. પટેલ અને તેમની ટીમ પાટણ વિસ્તારમાં નાર્કોટિક્સ ડ્રાઇવ પર.

તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર પટણીને બાતમી મળી મધ્યપ્રદેશનો જગદીશ બનજારા અફીણનો જથ્થો ડેર ગામના રજુજી ગુલાબજી ઠાકોરને આપવા આવવાનો આ બાતમીના આધારે, ટેકનિકલ લોકેશન અને પંચોની હાજરીમાં પાટણ તાલુકાના ડેરથી બાલીસણા જવાના રોડ પર દરોડો પાડવામાં આવ્યો કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ₹10,05,000 ની કિંમતનું 2 કિલો 10 ગ્રામ ગેરકાયદેસર અફીણ મળી આવ્યું.

આ ઉપરાંત, સ્થળ પરથી ₹1,00,610 રોકડા, મોબાઈલ ફોન, આધારકાર્ડ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ અને ડાયરી સહિત કુલ ₹11,06,110નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ બાલીસણા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 18(C) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કેસમાં મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના મનાસા તાલુકાના કરજોડ ગામનો પ્રહલાદ રાઠોડ વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરાયો.


