ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કુલ 55 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી આ જાહેરાત સેન્ટ્રલ ટીબી ડિવિઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હી અને પંચાયતી રાજ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત માપદંડોના આધારે કરવામાં આવી ટીબી મુક્ત પંચાયત-2025ના લક્ષ્ય હેઠળ ગ્રામ્ય કક્ષાએ ક્ષય રોગના નાબૂદી માટે કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો. આ ગામોમાં ટીબીના દર્દીઓની નિયમિત સારવાર અને ફોલોઅપ, દવાઓની અસરકારકતા, નિક્ષય પોષણ યોજના દ્વારા અપાતા લાભો તેમજ નિક્ષય મિત્ર દ્વારા ન્યુટ્રિશન સપોર્ટ જેવી મહત્વની બાબતોનું નિરીક્ષણ કરવા માટે વેરિફિકેશન ટીમની રચના કરવામાં આવી.

ટીબી મુક્ત જાહેર થયેલી આ તમામ 55 ગ્રામ પંચાયતોના સરપંચોને જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા તેમને ટીબી મુક્ત પંચાયત પ્રશસ્તિપત્ર, ગાંધીજીની ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ પ્રતિમાઓ એનાયત કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને DDOએ ટીબી મુક્ત જાહેર થનાર ગામોના સરપંચોને અભિનંદન પાઠવ્યા તેમણે જણાવ્યું આ સિદ્ધિ ગામના સરપંચો તેમજ અરવલ્લી જિલ્લા માટે ગૌરવની વાત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્ષય મુક્ત જાહેર થવા માટે સતત પ્રયત્નશીલ રહેલા દરેક સરપંચ અને આરોગ્ય કર્મચારીઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, એપેડેમિક મેડિકલ ઓફિસર, એમ.ઓ.ડીટીસી, સંબંધિત સરપંચો, તલાટીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકો, શાળાઓ, યુવાનો, સામાજિક સંગઠનો, દવાખાનાઓ, NGO અને પંચાયતોને ટીબી અંગે સકારાત્મક જાગૃતિ સંદેશ ફેલાવવા અને દરેક ટીબી દર્દીની ઓળખ, સારવાર, પોષણ કીટ તથા સંપૂર્ણ ઉપચાર માટે સહકાર આપવા અનુરોધ કર્યો ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય તંત્ર સાથે ખાનગી તબીબો, NGO અને સમાજના તમામ વર્ગોને સમર્પિત બનવા અપીલ કરવામાં આવી.


