ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં વાહનચોરીના ગુનાઓ અટકાવવા અને ઉકેલવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વાહનચોરી ડિટેક્શન સ્કવોડની રચના કરી આ સ્કવોડે હિંમતનગરના ઘોડાફાર્મ પાસેથી ચોરીના બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ જણાવ્યું વાહનચોરી ડિટેક્શન સ્કવોડના ઇન્ચાર્જ અને વડાલી PSI વી.આર. ચૌહાણની ટીમ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી મહેતાપુરા નજીક ટીમના કપિલ અને વિપુલસિંહને બાતમી મળી બે ઇસમો ચોરીની મોટરસાયકલ સાથે ઘોડાફાર્મ પાસે ઉભા.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મોટરસાયકલ સાથે ઉભેલા બે ઇસમોમાંથી એક પોલીસને જોઈને ભાગી ગયો પોલીસે મોટરસાયકલ સાથે ઉભેલા શંકર લાલુ જોગી (ઉ.વ. 20, રહે. ઘોડાફાર્મ છાપરા, હિંમતનગર, મૂળ ગાંધીસરણા, તા. કોટાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો કબજે કરાયેલ રૂ. 20,000ની કિંમતની મોટરસાયકલ અમદાવાદ જિલ્લાના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હોવાનું તપાસમાં ખુલ્યું પકડાયેલા આરોપીને વધુ તપાસ માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.
![]()
આ ઉપરાંત, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડની ટીમે પણ એક અલગ કાર્યવાહી કરી ટીમના જ્ઞાનદીપસિંહ, મિતરાજસિંહ અને મહિલા પોલીસકર્મી હિનાબેનને મળેલી બાતમીના આધારે હિંમતનગરના મહાવીરનગર કેનાલફ્રન્ટ પાસેથી એક મહિલા આરોપીને ઝડપી પાડવામાં આવી પોલીસ પૂછપરછમાં મહિલા આરોપીએ પોતાનું નામ દિવ્યા ઉર્ફે દેવ્યાંશી ઉપેન્દ્ર વ્યાસ (ઉ.વ. 26, રહે. ચિત્રકૂટ સોસાયટી, મહાવીરનગર) જણાવ્યું તેણે સોનાની વીંટી ચોરી કર્યાની કબૂલાત કરી પોલીસે ચોરી થયેલી રૂ.35,000 ની કિંમતની સોનાની વીંટી કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી.


