ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા LCBએ વાહનની બેટરી ચોરીના બે આરોપીઓને હિંમતનગર બાયપાસ રોડ પરથી ઝડપી પાડ્યા પકડાયેલા આરોપીઓમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરનો પણ સમાવેશ થાય પોલીસે તેમની પાસેથી રૂ. 1.09 લાખની કિંમતની આઠ ચોરાયેલી બેટરીઓ જપ્ત કરી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે પાર્ક કરેલા વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદો નોંધાઈ રહી આ અંગે હિંમતનગર ગ્રામ્ય અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદો દાખલ થઈ.
![]()
LCBએ મળેલ બાતમીના આધારે હિંમતનગર બાયપાસ પર વોચ ગોઠવી વોચ દરમિયાન, એક બાઇક પર સવાર કિશોર અને અન્ય એક વ્યક્તિની હરકતો શંકાસ્પદ જણાતા પોલીસે તેમને અટકાવ્યા હતા. પૂછપરછ કરતાં બંનેએ વિવિધ સ્થળોએથી બેટરી ચોરી કર્યાની કબૂલાત કરી પકડાયેલા આરોપીઓની ઓળખ કિરણ ઉર્ફે ડેટોલ નટવરભાઈ ચેનવા (ઉંમર 25, રહે. ચેનવાવાસ, ચિત્રોડી, તા. ઈડર) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર તરીકે થઈ.

તેમણે કબૂલ્યું તેઓ બાઇક નંબર GJ.09.EA.8725 પર બેસીને ચોરી કરતા આરોપીઓએ ચાર દિવસ પહેલા વીરપુર પાસેની એક ફેક્ટરીના આઈસરમાંથી બેટરી ચોરી ઉપરાંત, ગાંભોઈમાં સર્વિસ રોડ પર પાર્ક કરેલી હીટાચીની બે બેટરી, એક મહિના પહેલા ડેમાઈ રોડ પરથી આઈસરની બેટરી, અને આગિયોલ ચોકડી તથા સાબરડેરીથી ગઢોડા જતા રોડ પરથી મળી કુલ આઠ બેટરીઓની ચોરી કરી LCBએ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસને સોંપ્યા.


