મોડાસા ટાઉન પોલીસે બે સગીરને અટકાવીને પૂછપરછ કરતાં ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલ્યો…

July 21, 2026

ગરવી તાકાત અરવલ્લી : મોડાસામાં ટાઉન પોલીસે સાંઈ મંદિર પાસેથી બાઇક પર શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બે સગીરને અટકાવીને પૂછપરછ કરતાં તેમણે જુદી જુદી જગ્યાએથી ચોરેલી બાઇકો, ટ્રેક્ટરના કલ્ટીવેટર જોડવાના સામાન સહિતના ચોરીના છ ગુનાનો ભેદ ઉકેલ્યો પોલીસે ચોરીની બાઇક અને ટ્રેક્ટર જોડવાનો સામાન સહિતનો મુદ્દામાલ કબજે કરી બે સગીર અને ચોરીનો સામાન ખરીદનાર મેઘરજના ભંગારના વેપારી, સગીર પાસે બાઇકોની ચોરી કરાવતા મુખ્ય આરોપી સહિત 5 આરોપીઓની અટકાયત કરી પોલીસ પૂછપરછમાં પંચમહાલ જિલ્લાનો મુખ્ય આરોપી અનિલ નાયક તેના સગીર ભાણા પાસે બાઇકોની ચોરી કરાવતો હોવાનું બહાર આવ્યું મોડાસા પોલીસે સાંઇ મંદિરથી સહયોગ ચોકડી તરફ શંકાસ્પદ બાઇક જઈ રહેલા બે સગીરને અટકાવી.

State-of-the-art facility Sabahar Town Police Station to be constructed at  a cost of 6.33 crores in the city, operating in a rented building for the  last 5 years

બાઇક અંગે પૂછપરછ કરતાં તેમણે પેલેટ ચાર રસ્તા પાસે રાજસ્થાની પંજાબી દાલબાટી હોટલના પાર્કિંગમાંથી પાંચ દિવસ અગાઉ ચોરી કર્યાની કબૂલાત કરી.વધુમાં બંનેએ મેઘરજના રેલ્લાવાડા ડીગ બાપુના તબેલા ઉપરથી રાત્રે ટ્રેક્ટરની કલ્ટીવેટર જોડવાની ટોપલીન અને ડોબર સહિતનો સામાનની ચોરી કરી ટ્રેક્ટર જોડવાના સામાનની ચોરી કરીને તેમણે આ ચોરીનો સામાન મેઘરજમાં ભંગારની દુકાન ધરાવતા રજાકભાઈ બાકરોલિયાની દુકાને વેચ્યો હોવાની કબુલાત કરી વધુ પૂછપરછ કરતાં તેમણે અગાઉ મોડાસાના કેર સર્કલ પાસેથી તેમજ બસ સ્ટેશન પાછળના ડોક્ટર હાઉસના પાર્કિંગમાંથી.

અને મેઘરજ મોડાસા રોડ ઉપર ગેલી માતાના મંદિર પાસેથી અને મેઘરજના રેલ્લાવાડા પાસેથી બાઇકની ચોરી કરી. પોલીસની સઘન પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો અત્યાર સુધીમાં છેલ્લા બે વર્ષમાં બંને સગીરોએ 20 જેટલી બાઇકની ચોરી કરી સગીરના મામા અનિલભાઇ અર્જુનભાઇ નાયક બંને સગીરો પાસે અલગ-અલગ વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરાવતો ચોરી કરેલા વાહનોને રેલ્લાવાડા ખાતે નદીની કોતરમાં આવેલા સ્મશાનની ઓરડીમાં સંતાડવામાં આવતા અને ત્યારબાદ તેના મામા અનિલભાઈ નાયક અને તેનો ભાઈ કમલેશભાઈ તથા વિનોદભાઇ બધા ભેગા મળીને સંજયભાઇના ડાલા નં. જીજે.17.UU.7967) માં આ વાહનો ભરી જઈ છૂટક વેચી મારતા છેલ્લા બે વર્ષમાં મોડાસા, ઇસરી અને મેઘરજમાંથી 20થી વધુ બાઇકોની ચોરી કરી હોવાની કબુલાત કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0