ગદોસણ ગામે યુવતીને ભગાડી જવાના મામલે પૂછપરછ દરમિયાન બે જૂથો આમને-સામને, હિંસક અથડામણ…

July 17, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ તાલુકાના ગદોસણ ગામે યુવતીને ભગાડી જવા બાબતે પૂછપરછ કરવા ગયેલા પરિવાર અને સામા પક્ષ વચ્ચે હિંસક ધિંગાણું થયું આ જૂથ અથડામણમાં લાકડી, ધારીયા અને ધોકા જેવા હથિયારો વડે સામસામે હુમલા કરવામાં આવ્યા જેમાં બંને પક્ષના કુલ 8 લોકો ઘાયલ થયા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટના અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 8 લોકો વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી મુજબ, ગદોસણ ગામે 15 જુલાઈ 2026ના રોજ રાત્રિના સમયે મોહલ્લામાં મારામારીની આ ઘટના બની પ્રથમ પક્ષના વેલા સોમા ઠાકોરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમનો પિતરાઈ ભાઈ રોહિત ઇશ્વર ઠાકોર ગામના જ દેવા કુવર ઠાકોરની બહેનને ભગાડી ગયો.

આ બાબતનું મનદુઃખ રાખીને સામા પક્ષના લોકો હથિયારો સાથે ધસી આવ્યા શરૂઆતમાં દશરથ જુજાર ઠાકોર ઘરે આવીને ગાળો બોલી ઝઘડો કરી ગયો ત્યારબાદ થોડીવારમાં દશરથ જુજાર ઠાકોર, વિષ્ણુ જુજાર ઠાકોર, ભૂપત બબા ઠાકોર, દેવા કુવર ઠાકોર અને ભલા પરબત ઠાકોર લાકડી, ધોકા અને ધારીયુ લઈને ધસી આવ્યા આ હુમલામાં વિષ્ણુએ લાકડી વડે સોમા ખોડાના ડાબા પગે, ભૂપતે ધારીયુ ઊંધું મારી બાલુબેન સોમાના માથામાં, દેવાએ ધોકો મારી મહેશ ભરતને ડાબા હાથની કોણીએ તેમજ ભલાએ ધોકો મારી વેલાને જમણા હાથે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી.

જ્યારે સામા પક્ષે દેવા કુવર ઠાકોરે નોંધાવેલી વળતી ફરિયાદ મુજબ, તેમની દીકરી કાજલને રોહિત ભગાડી ગયો હોવાથી અંગે પૂછપરછ કરવા માટે તેમનો પિતરાઈ ભાઈ દશરથ જુજાર ઠાકોર આરોપીઓના ઘર આગળ આવેલા રોડ પર ગયો તે દરમિયાન આરોપીઓએ દીકરી ક્યાં તેની ખબર નથી તેમ કહીને ઝઘડો શરૂ કર્યો દશરથે બૂમો પાડતા દેવા ઠાકોર, ભૂપત બબા અને રાધાબેન કુવર છોડાવવા માટે દોડી ગયા તે સમયે આરોપી વેલા સોમા ઠાકોર, મહેશ ભરત ઠાકોર અને બાલુબેન સોમા ઠાકોર ધોકા જેવા હથિયારો સાથે ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યા જેમાં વેલા ઠાકોરે દશરથને માથાના ભાગે ધોકો માર્યો જ્યારે મહેશ ઠાકોરે દેવાને કપાળ તેમજ ડાબા હાથની કોણી નીચે ધોકો માર્યો.

વાંકાનેરનાં ભેરડા ગામે જૂથ અથડામણ: છ લોકો ઘાયલ | Group clashes in Bharda  village of Wankaner: Six people injured - Gujarat Samachar

આ ઉપરાંત બાલુબેન ઠાકોરે રાધાબેનને કમરના ભાગે ધોકો માર્યો અને વેલા ઠાકોરે ભૂપતને પણ ડાબા હાથની કોણીએ ધોકો મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી આ હિંસક મારામારીના કારણે ગામના મોહલ્લામાં ભારે અફરાતફરી મચી ગઈ બંને પક્ષના તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા પાટણ તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે કુલ 8 આરોપીઓ વિરુદ્ધ પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 115(2), 118(1), 352, 351(3), 54 તેમજ જી.પી.એ. એક્ટની કલમ 135 હેઠળ ગુના દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0