હિંમતનગરમાં અષાઢી બીજના પવિત્ર અવસરે જગન્નાથ ધામ દ્વારા સતત બીજા વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું

July 17, 2026

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં અષાઢી બીજના પવિત્ર અવસરે જગન્નાથ ધામ દ્વારા સતત બીજા વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું ગુરુવારે સવારે જગન્નાથ ધામ, રામનગર, ખેડતસિયા રોડ ખાતેથી પરંપરાગત વાજતે-ગાજતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરાયા લગભગ 3.5 કિમી 4 કિમીના રૂટ પર નીકળેલ રથયાત્રાને પૂરી થતાં 4 થી 5 કલાક લાગ્યા રથયાત્રાના આયોજનમાં ડીજેના તાલે ભક્તો ઝૂમ્યા જેમાં 6 બગી, 4 ઊંટલારી અને 4 ટ્રેક્ટર જોડાતાં આકર્ષણ જમાવ્યું વિવિધ ભજન મંડળીઓ અને ભગવાનના જુદા જુદા સ્વરૂપો જેવા રામ દરબાર, ભગવાન શિવ, ગણેશ, ધારણ કરીને બગીઓમાં બિરાજમાન થયેલા ભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા રથયાત્રા ગોકુલનગર રેલવે ફાટકથી શરૂ થઈને રિલાયન્સ મોલ, બેરણા રોડ, શ્રીનગર સોસાયટી, મંગલમ સ્ટ્રીટ, હરિઓમ સોસાયટી, ગણપતિ મંદિર, ભૂમિપૂજા રોડ, શ્રદ્ધા પાર્ક અને ગાયત્રી મંદિર રોડ જેવા મુખ્ય માર્ગો પર ફરી ત્યારબાદ મહાવીરનગર ત્રણ રસ્તા અને અહિંસા સર્કલ થઈને પરત ગોકુલનગર રેલવે ફાટક પાસે આવીને પૂર્ણ થઈ લગભગ 3.5 કિમીથી 4 કિમી લાંબા રૂટ પર નીકળેલ રથયાત્રાને પૂરી થતાં 4 થી 5 કલાકનો સમય લાગ્યો.

ઇડરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી અલગ અલગ ત્રણ રથોમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા જેમાં ટ્રેક્ટર, 1 અખાડો, 4 બગી, 1 ડી.જે, મહિલા ભજન મંડળી, દુર્ગાવાહિની બહેનો ત્રણ રથ સાથે સવારે 10-00 કલાકે મોટા રામદ્વારાથી ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું મોટા રામદ્વારાથી પ્રસ્થાન થયેલી રથયાત્રા પાંચ હાટડિયા થઈ મોટા કસ્બા પહોંચી જ્યાં ઇડર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરાયું બાદમાં રથયાત્રા ભાંભીવાસ- 2 પાલિકા ખાતે પહોંચતાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું રથ રેલવે સ્ટેશન વિસ્તાર જલારામ મંદિરે પહોંચતાં મામેરું અપાયું જલારામ મંદિરથી અપોલો ત્રણ રસ્તા થઈ ધુલેટા દરવાજાથી ટાવર પહોંચી અને ત્યાંથી ખરાદી બજાર, બંગલા વિસ્તારથી પરત ફરી.

મોડાસામાં અષાઢી બીજના પાવન પ્રસંગે બાલકદાસજી મંદિરથી 44મી રથયાત્રાનું પ્રસ્થાન જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ, મામલતદાર ગોપી મહેતા, ગારૂડી ગોગાધામના ગાદીપતિ ચેતન ભુવાજી, વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી સહિતના મહેમાનોએ જય જગન્નાથના નારા સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું શહેરમાં નીકળેલી રથયાત્રાના અંદાજે 7 કિલોમીટરના રૂટ પર ડીવાયએસપી જેડી વાઘેલાના નેતૃત્વ હેઠળ 500 કરતાં વધુ પોલીસ સ્ટાફ ઘોડે સવાર સહિતનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો શહેરમાં રથયાત્રાના જુદા જુદા રૂટ ઉપર પોલીસે સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવાની શરૂ કરી રથયાત્રા દરમિયાન ચાર રસ્તા ઉપર હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન થયા મોડાસા શહેરમાં પ્રથમવાર જુદા જુદા 6 પોઇન્ટ ઉપર હવામાં ઉડતાં હનુમાનજીના ડ્રોન સાથે પુષ્પવર્ષા કરાઇ માલપુર રોડ ઉપર કલ્યાણ ચોકથી મંડળની મહિલાઓ મોટી સંખ્યામાં વાજતે ગાજતે રથયાત્રામાં જોડાઈ મુસ્લિમ બિરાદરોએ આઇસ્ક્રીમ તેમજ શરબતનું વિતરણ કર્યું રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા દર્શનાર્થીઓ માટે 210 કિલો મગ અને 120 કિલો જાંબુનો પ્રસાદ વહેંચ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0