ગરવી તાકાત મહેસાણા : મહેસાણા સર્કિટ હાઉસ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીની એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્યો સહિત પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા સંકલન બેઠક પૂર્ણ થયા બાદ મહેસાણા મહાનગરપાલિકા, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યો સાથે પણ એક વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકનો મુખ્ય વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવાના ભાગરૂપે.

વિકસિત મહેસાણાના સંદર્ભમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવાનો બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલા વિવિધ સરકારી પ્રકલ્પો વધુ ગતિશીલ, ગુણવત્તાસભર અને સમયસર પૂર્ણ થાય તે દિશામાં ગહન ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત, પક્ષના આંતરિક પ્રશ્નોના નિવારણ અને સરકાર સાથે યોગ્ય તાલમેલ સાધીને લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો આ અંગે મીડિયાને માહિતી આપતા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું.
![]()
મહેસાણા જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા અને કામોને વધુ વેગવંતા તેમજ ગુણવત્તાયુક્ત બનાવવા માટે આજે મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના લોકપ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી પ્રજાની વચ્ચે જતા પક્ષના કાર્યકરો અને જનપ્રતિનિધિઓને પડતી મુશ્કેલીઓ તેમજ સરકાર સાથે સંકલન સાધીને પ્રજાકીય પ્રશ્નોનો વહેલી તકે સુખદ ઉકેલ લાવી શકાય તે માટે આ બેઠક ખૂબ જ ફળદાયી રહી.


