ગરવી તાકાત બનાસકાંઠા : આજે અષાઢી બીજના પવિત્ર દિવસે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા શહેરના મોટા રામજી મંદિર ખાતેથી શરૂ થયેલી આ રથયાત્રા 14 કિલોમીટરના રૂટ પર પરિક્રમા કરશે અને મોડી સાંજે નિજ મંદિરે પરત ફરશે સમગ્ર દેશમાં અષાઢી બીજની ઉજવણી થઈ રહી ત્યારે પાલનપુરમાં પણ 55મી જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

શ્રીરામ સેવા સમિતિ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ રથયાત્રાનું આયોજન કરાયું ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ત્રણ અલગ-અલગ રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપી રહ્યા જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભક્તો દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું શ્રીરામ સેવા સમિતિ દ્વારા દર્શનાર્થીઓને મગ અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેમાં 5 પીઆઈ, 12 પીએસઆઈ અને 300 જેટલા પોલીસ જવાનો ખડેપગે તૈનાત સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થતી હોવાથી એલસીબીની ટીમો પણ સતર્ક રાખવામાં આવી સમગ્ર રથયાત્રા પર નજર રાખવા માટે માઉન્ટેડ પોલીસ, બોડીવોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.


