ગરવી તાકાત મહેસાણા : ખેરાલુ શહેરમાં ઘરના રિનોવેશન કામ દરમિયાન બાપ-દાદા વખતના સોના અને ચાંદીના ધાર્મિક આભૂષણોની ચોરી થવાની ઘટના સામે આવી આ મામલે મકાન માલિકે કામ કરવા આવેલા રાજસ્થાનના એક મજૂર અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ખેરાલુ પોલીસ મથકે રીતસરની ફરિયાદ નોંધાવી ખેરાલુના ચોટીયા દરજીવાસમાં રહેતા અને દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા શૈલેષભાઇ પ્રહલાદભાઈ નાયીએ પોતાના ઘરનું રિનોવેશન કામ ચાલુ કરાવ્યું આ કામ માટે તેમણે અગાઉથી પરિચિત એવા કોન્ટ્રાક્ટર મનેષકુમાર સુંદારામ મેઘવાલ (રહે. ઉદેપુરવાટી, જી. ઝુંઝનું, રાજસ્થાન)ને કામ સોંપ્યું.

કોન્ટ્રાક્ટર મનેષકુમાર પોતાની સાથે પુરણમલ, ચરણજીત અને શંકરલાલ કિશનલાલ મેઘવાલ નામના ત્રણ મજૂરોને લઈને આવ્યા હતા અને ગત 1 જૂનના રોજથી કામ શરૂ કર્યું રિનોવેશનના કારણે ઘર ખુલ્લું રહેતું હોવાથી ઘરની અંદર આવેલા ગોગા મહારાજ અખતમાતા અને વિરમ મહારાજના નાના મંદિરમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના દાગીના ગત 11 જૂનની સાંજથી 12 જૂનની સવાર દરમિયાન ગાયબ થઈ ગયા ચોરી થયેલા સામાનમાં ચાંદીના 8 પારણા, 10 છત્તર, 2 બંગડી, 10 ચાંદીના નાગ અને 2 સોનાની બંગડીઓનો સમાવેશ થાય જેની અંદાજિત કિંમત રૂપિયા 90,000 જેટલી થાય.

ચોરીની શંકાના આધારે જ્યારે મકાન માલિકે મજૂરોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું મજૂર શંકરલાલ મેઘવાલ કોઈને કહ્યા વગર અચાનક રાજસ્થાન ભાગી ગયો બાદમાં કોન્ટ્રાક્ટર મનેષકુમાર તેને રાજસ્થાનથી પરત તેડી લાવ્યા શૈલેષભાઈએ કડકાઈથી પૂછપરછ કરતા શંકરલાલે કબૂલાત કરી અંબાજી કુંભારીયા ગામે રહેતા રમેશભાઈ નામના એક શખ્સ સાથે મળીને તેણે આ આભૂષણો ચોર્યા અને તે પરત અપાવી દેશે. જોકે લાંબો સમય વીતી જવા છતાં દાગીના પરત ન મળતા આખરે શૈલેષભાઈ નાયીએ મજૂર શંકરલાલ કિશનલાલ મેઘવાલ અને તેની સાથેના અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ખેરાલુ પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી.


