ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે મહારાણા પ્રતાપ મહારાજની પ્રતિમા સ્થાપન અને સર્કલ ડેવલપમેન્ટ સહિતના કામોનો પ્રારંભ થયો આ પ્રસંગે શહેરના વિકાસ અંગે મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરાઈ હિંમતનગર નગરપાલિકા દ્વારા અમદાવાદ તરફથી શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર આવેલા મોતીપુરા સર્કલના વિકાસ કાર્યનો પ્રારંભ કરાયો આ સ્થળે મહારાણા પ્રતાપ મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શહેરના પ્રવેશદ્વારને સુશોભિત કરવાનો આ પ્રસંગે શહેરના વિકાસને લગતી અનેક મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી જેમાં નવા આઈકોનિક રોડનું નિર્માણ, શહેરના મુખ્ય વિસ્તારમાં કેનાલ ફ્રન્ટના કામનો ટૂંક સમયમાં પ્રારંભ, અને હાથમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ગતિ આપવાનો સમાવેશ થાય મોતીપુરા વિસ્તારમાં નવા બ્રિજોના નિર્માણનું પણ આયોજન કરાયું નગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું.

આનાથી શહેરના વિસ્તરણ સાથે નાગરિકોને મૂળભૂત સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપરાંત પાલિકા પ્રમુખ અરૂણાબેન કડીયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કારોબારી સમિતિના ચેરમેન રાહુલ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન અમૃત પુરોહિત, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના સદસ્યો, વિસ્તારના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.


