સાબરકાંઠા LCBએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાનગર પાસેથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

July 10, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાનગર પાસેથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડીમાંથી 960 નંગ દારૂ અને બિયર મળી આવ્યા જેની કિંમત 2,65,560 રૂપિયા આંકવામાં આવી પોલીસે દારૂ અને બિયર ઉપરાંત 3,00,000 રૂપિયાની કિંમતની સ્વિફ્ટ ગાડી પણ જપ્ત કરી આમ, કુલ 5,65,560 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો જોકે, ગાડીનો ચાલક પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો.

LCB Action: Liquor Seized Near Himmatnagar; Driver Flees

સાબરકાંઠા LCB ના PI ડી.સી. સાકરીયાએ જણાવ્યું  LCB ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટીમના કિર્તીરાજસિંહને બાતમી મળી બાતમી મુજબ, GJ.27.AP.3883 નંબરની સફેદ સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂ ભરીને હિંમતનગરથી વિજાપુર તરફ જઈ રહી આ બાતમીના આધારે, હિંમતનગર-વિજાપુર રોડ પર આવેલા નવાનગર ગોગા મહારાજના મંદિર નજીક વિજાપુર હાઈવે રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી.

બાતમીવાળી ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો, પરંતુ ચાલકે નાકાબંધીથી થોડે દૂર ગાડી ઉભી રાખી રાત્રીના અંધારાનો લાભ લઈને ભાગી ગયો પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરાર ગાડી ચાલક વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી ગાડીનો ચાલક હાલ વોન્ટેડ જાહેર કરાયો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0