સાબરકાંઠા LCBએ તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનામાં નાસતા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો…

July 9, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા LCBએ તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનામાં નાસતા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો આરોપીને વધુ કાર્યવાહી માટે તલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું LCB ટીમને ચોક્કસ બાતમી મળી બાતમી મુજબ, તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનામાં પકડવાનો બાકી રીતેશભાઈ સોમાભાઈ પટેલ (રહે. રત્નદીપ સોસાયટી, રાણીપ, અમદાવાદ) તેના ઘરે હાજર આ બાતમીના આધારે LCB ટીમે અમદાવાદ ખાતે રીતેશભાઈ સોમાભાઈ ગોવિંદભાઈ પટેલ (ઉંમર 41)ના ઘરે જઈ તપાસ કરી.

આરોપી મળી આવતા તેની પૂછપરછ કરવામાં આવી અને રેકોર્ડ્સ ચકાસી પ્રોહીબિશનના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેને તલોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો બીજી એક ઘટનામાં, હિંમતનગર એ-ડિવિઝન પોલીસે મોતીપુરામાંથી ચોરીના ગુનામાં એક શખ્સને ઝડપી પાડ્યો તેની પાસેથી રિક્ષામાંથી ચોરી કરેલા ચાંદીના છડા અને કંઠી મળી આવ્યા હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના જવાનો ચોરીના ગુનાની તપાસમાં પેટ્રોલિંગ કરી રહ્યા આ દરમિયાન નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ અને ટેકનિકલ ઓપરેટરની મદદથી CCTV ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી.

Ahmedabad Arrest; Talod Police Nab Prohibition Fugitive

ફૂટેજમાં દેખાયેલા મોટરસાઇકલ નંબર GJ-02-HA-8581 પરથી પોલીસે એક શખ્સને પકડી પાડ્યો પૂછપરછમાં તેણે પોતાનું નામ સાહીલ રમેશભાઈ પરમાર (ઉંમર 27, રહે. વણકર વાસ, ઉનાવા, તા.જી. ગાંધીનગર) જણાવ્યું તેની અંગઝડતી કરતા તેની પાસેથી ચાંદીના બે છડા અને એક ચાંદીની કંઠી મળી આવી પૂછપરછમાં સાહીલે આ ચાંદીના દાગીના મોતીપુરાના પ્લુટો કોમ્પ્લેક્સ પાસેથી એક રિક્ષામાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી પોલીસે ચોરીના ગુનામાં તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0