ગરવી તાકાત મહેસાણા : વિસનગર હાઈવે પર સવાલા ગામની સીમમાં સધીમાતાના મંદિર નજીક લોનના પૈસાની ઉઘરાણી બાબતે એક રિક્ષાચાલક પર હુમલો થયો રિક્ષાચાલકને લાકડી અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ બે શખ્સો વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી મળતી માહિતી મુજબ, વિસનગરની કમાણા ચોકડી પાસે સાહીન પાર્ક સોસાયટીમાં રહેતા આમીર મુસ્તાક જોધપુરી રિક્ષા ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવે આશરે 12 મહિના પહેલાં તેમણે તેમના દુકાન પાડોશી સીરાજ સફી મેમણને પોતાના દસ્તાવેજો આપી 40,000 રૂપિયાની લોન કરાવી આપી.

આ લોનમાંથી સીરાજે 28,780 રૂપિયા ભર્યા પરંતુ બાકીની રકમ ન ભરતા હપ્તા આમીરના નામે ચડતા ગત બુધવારે સીરાજનો ફોન આવતા આમીરે બાકી પૈસાની ઉઘરાણી કરી આ દરમિયાન સીરાજે ફોન પર અપશબ્દો બોલવાનું શરૂ કર્યું ત્યારબાદ આમીર મહેસાણાથી ફેરી મારી રિક્ષા લઈને પરત વિસનગર આવી રહ્યા તે સમયે સવાલા ગામની સીમમાં કાંસા જતા રસ્તા પાસે સીરાજ સફી મેમણ અને કાદર અનવર ઘાંચી એક્ટિવા લઈને ત્યાં ધસી આવ્યા અને આમીરને રસ્તામાં ઊભા રાખ્યા સીરાજે હું તને એક પણ રૂપિયો આપવાનો નથી તેમ કહી પોતાના હાથમાં રહેલી લાકડી વડે માર માર્યો.
જ્યારે કાદર ઘાંચીએ આમીરને પકડી રાખી ગડદાપાટુનો માર માર્યો આ ઝપાઝપીમાં આમીરના ખિસ્સામાં રહેલા મસાલાની ફેરીના આશરે 9,000 રૂપિયા પણ પડી ગયા આસપાસના લોકો એકઠા થતાં બંને આરોપીઓ આજે તો બચી ગયો પણ લાગ મળશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપીને ફરાર થઈ ગયા આ બનાવ અંગે આમીરે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીરાજ સફી મેમણ અને કાદર અનવર ઘાંચી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.


