ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં નવી બોડીની રચના બાદ મળેલી પ્રથમ સાધારણ સભા હોબાળામાં ફેરવાઈ ગઈ વિપક્ષના સભ્યોએ શહેરના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભારે વિરોધ નોંધાવ્યો વિપક્ષે પાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપ કર્યો કે તેઓ કામ કરવાને બદલે માત્ર સોશિયલ મીડિયા પર રીલો બનાવવામાં વ્યસ્ત રહે.

આ ઉપરાંત, શહેરના વિકાસ કાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ દાવો કરાયો અલગ-અલગ 25 એજન્ડાઓને લઈ મળેલી આ સભા શરૂ થતાં જ વિપક્ષે મોરચો માંડી દીધો જોકે, હોબાળા વચ્ચે શાસક પક્ષે બહુમતીના જોરે તમામ 25 મુદ્દાઓને બહાલી આપી દીધી અને ગણતરીની મિનિટોમાં જ સાધારણ સભા આટોપી લેવામાં આવી વિપક્ષના આક્ષેપોને ફગાવતા પાલિકાના ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી.

કે રીલ બનાવવા પાછળ કોઈ ખોટા ખર્ચા કરાતા નથી. તેમનો હેતુ માત્ર નગરપાલિકાની કામગીરી પ્રજાજનો સુધી પહોંચાડવાનો શહેરની વર્તમાન સ્થિતિ અને પ્રથમ સભામાં જ શાસક-વિપક્ષ આમને-સામને આવી જતા આગામી દિવસોમાં પાલિકાની કામગીરી કેવી રહેશે તેના પર સૌની નજર રહેશે. વિપક્ષના વિરોધ છતાં શાસક પક્ષે તમામ એજન્ડા પસાર કરી દેતા આ વિવાદ વધુ વકર્યો.


