ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે રાજ્યવ્યાપી “ઓપરેશન મ્યુલ હન્ટ” અંતર્ગત મોટી કાર્યવાહી કરી પોલીસે ઓનલાઈન સાયબર ઠગાઈમાં વપરાતા 22 શંકાસ્પદ ‘મ્યુલ એકાઉન્ટ’ શોધી કાઢ્યા પ્રાથમિક તપાસમાં આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થયેલી ઓનલાઈન ઠગાઈની રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હોવાનું સામે આવ્યું આ મામલે 16 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી સાયબર ક્રાઈમ પોલીસે ભારતીય સરકારનાના SAMANVAYA અને NCCRP પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરી આ તપાસ દરમિયાન સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંક, પંજાબ નેશનલ બેંક, IDBI બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને યુકો બેંક સહિતની વિવિધ બેંકોમાં ખોલવામાં આવેલા 22 શંકાસ્પદ ખાતાઓ મળી આવ્યા.

પોલીસ તપાસમાં સામે આવ્યું આ ખાતાઓ સાથે દેશભરમાં થયેલી 93 ઓનલાઈન ઠગાઈની ફરિયાદો સંકળાયેલી સાયબર ઠગાઈ દ્વારા આશરે 5.04 કરોડ રૂપિયાથી વધુની રકમ આ ખાતાઓ મારફતે ટ્રાન્સફર કરવામાં આવી આ ખાતાઓમાં અંદાજે 31.68 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું તપાસ મુજબ, આરોપીઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૈસાની લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવતા ત્યારબાદ તેઓ તે ખાતાના પાસબુક, ATM કાર્ડ, ચેકબુક અને મોબાઈલ નંબર મેળવી અન્ય સાથીદારોને સોંપી દેતા આ માધ્યમથી સાયબર ઠગાઈની રકમ વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેવામાં આવતી.

આ કેસમાં સાબરકાંઠાના તલોદ વિસ્તારના બે સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી જ્યારે અન્ય 14 ખાતાધારકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી પોલીસે જણાવ્યું મુખ્ય આરોપી સામે અગાઉ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ સાયબર ગુનાનો ગુનો નોંધાયેલો સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપીઓના અન્ય સાગરિતો તેમજ આ નેટવર્ક સાથે સંકળાયેલા લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી પોલીસે નાગરિકોને અજાણ્યા લોકોના કહેવાથી બેંક ખાતા ખોલાવવા ખાતાની વિગતો અન્યને ન આપવા અપીલ કરી.


