ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ‘નમો સ્વચ્છતા અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો સ્વચ્છ ગુજરાત-સ્વસ્થ ગુજરાતના સંકલ્પ સાથે આ સામુહિક સાપ્તાહિક સ્વચ્છતા મહાઅભિયાનની શરૂઆત 1 જુલાઈ, 2026ના રોજ ભિલોડા તાલુકાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી થઈ આ અભિયાનના ભાગરૂપે, જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં ભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગાંધીનગરથી માનનીય મુખ્યમંત્રીશ્રીના રાજ્યવ્યાપી શુભારંભ સંબોધનને.

વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળવામાં આવ્યું જિલ્લા પંચાયત પ્રમુખ તેમના સંબોધનમાં જણાવ્યું આ અભિયાન સ્વચ્છ ગુજરાત અને સ્વસ્થ ગુજરાતના મહાન સંકલ્પને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવ્યું તેમણે ભારપૂર્વક જણાવ્યું આ અભિયાન માત્ર હોસ્પિટલો પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ દરેક ગામ, વિસ્તાર, શહેર અને તાલુકા સુધી પહોંચીને વ્યાપક સ્વચ્છતાનો સંદેશ ફેલાવશે. પ્રમુખએ વધુમાં ઉમેર્યું હોસ્પિટલો એવા સ્થળો જ્યાં લોકો આરોગ્ય સેવાઓ મેળવવા આવે તેથી આ સ્થળોને સ્વચ્છ.

અને સ્વસ્થ રાખવા એ સૌની જવાબદારી આ અભિયાન હેઠળ દર અઠવાડિયે સામૂહિક સ્વચ્છતા કાર્યક્રમો યોજાશે, જેમાં ડોકટરો, નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલ કર્મચારીઓ, પંચાયતી રાજ સંસ્થાઓના પદાધિકારીઓ અને સ્થાનિક લોકો સક્રિયપણે ભાગ લેશે આનાથી હોસ્પિટલ પરિસર સ્વચ્છ રહેશે અને ચેપી રોગોનું જોખમ ઘટશે આ અવસરે અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, ડોકટરો, નર્સો.

અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા અભિયાનના ભાગરૂપે નિયમિત સ્વચ્છતા તપાસ, કચરાનું વર્ગીકરણ, પ્લાસ્ટિક મુક્તિ અને પર્યાવરણ જાળવણીના કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવશે મુખ્યમંત્રીના વિઝન અનુસાર, આ અભિયાન રાજ્યના દરેક ખૂણે સ્વચ્છતાની ભાવના જગાડશે અને લોકોને સ્વચ્છતાને જીવનશૈલીનો ભાગ બનાવવા પ્રેરિત કરશે અરવલ્લી જિલ્લો આ અભિયાનને સફળ બનાવવા માટે સંપૂર્ણપણે તત્પર અને જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને મોડેલ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરશે.


