શામળાજીમાં SOGએ ખૂનના ગુનામાં સજા ભોગવી રહેલા અને જામીન પરથી ફરાર થયેલા કેદીને ઝડપી પાડ્યો…

July 2, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લીના શામળાજીમાં SOG પોલીસે ખૂનના ગુનામાં સજા ભોગવી રહેલા અને હાઇકોર્ટના વચગાળાના જામીન પરથી ફરાર થયેલા કેદી મુકેશ ઉર્ફે ખાંજર કનુભાઈ અસોડાને ઝડપી પાડ્યો આરોપી અમદાવાદની સાબરમતી જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થયો SOG પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ શામળાજી વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા પેટ્રોલીંગ કરી રહ્યો તે દરમિયાન બાતમી મળી શામળાજી પોલીસ સ્ટેશનના વર્ષ 2015ના ખૂનના ગુનાનો આ આરોપી.

અરવલ્લી જિલ્લા પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, એક સાથે 152 પોલીસકર્મીઓના  ટ્રાન્સફરના આદેશ | Request for transfer in Aravalli District Police Station

હાલ એસ.જી. વિદ્યાલય શામળાજી નજીક ઊભો બાતમીના આધારે SOG સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો અને ત્યાં ઊભેલા શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો પૂછપરછમાં તેણે પોતાનું નામ મુકેશ ઉર્ફે ખાંજર કનુભાઈ અસોડા (રહે. શામળાજી, તા. શામળાજી, જી. અરવલ્લી) હોવાનું જણાવ્યું વધુ પૂછપરછમાં જાણવા મળ્યું આરોપીને ગુજરાત હાઇકોર્ટ તરફથી 15 મે, 2026 થી 30 મે, 2026 સુધીના 14 દિવસના વચગાળાના જામીન મળ્યા.

આથી તે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી મુક્ત થયો આરોપીને 30 મે, 2026ના રોજ જેલમાં પરત હાજર થવાનું પરંતુ તે હાજર થયો ન અને ત્યારથી જ ફરાર થઈ ગયો SOG પોલીસે તેને 1 જુલાઈ, 2026ના રોજ સાંજે 4:30 વાગ્યે અટકાયત કરી ત્યારબાદ શામળાજી પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરી એન્ટ્રી નં. 14/2026 (સમય 4:45 વાગ્યે) નોંધ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0