અમીરગઢ પોલીસે લૂંટ અને વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગના પાંચ આરોપીઓ ઝડપી પાડ્યા…

June 29, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : અમીરગઢ પોલીસે લૂંટ અને વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગના પાંચ આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોને ઝડપી પાડ્યા પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 2,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી, મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.બી. બારડના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી.

અમીરગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી. ગોહિલની સૂચનાથી, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં તે દરમિયાન એ.એસ.આઈ. ભાથી શીવા અને પો.કોન્સ. લક્ષ્મણ લીલાને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીઓની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું તેમણે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર ઉપરાંત રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લાના રેવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ વાહન ચોરી કરી પોલીસે તેમની પાસેથી 6 મોટરસાયકલ (કિંમત રૂ. 2,35,000), 1 ટેકનો કંપનીનો મોબાઈલ ફોન (કિંમત રૂ. 7,000), રૂ. 2,000 રોકડા, લોખંડની છરી અને મોટરસાયકલના લોક ખોલવા માટેની માસ્ટર કી સહિત કુલ રૂ. 2,44,000નો મુદ્દામાલ કબજે કર્યો.

Amirgadh Police Bust Interstate Gang; 5 Held, Rs 2.44 Lakh Seized

પકડાયેલા આરોપીઓમાં જોયતા મેઘા ગમાર રાહુલ ફોજા બુંબડીયા જયંતી ભગા પીસરા અને લાલા દેવા મોરીનો સમાવેશ થાય આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકિશોરો પણ ઝડપાયા આરોપીઓની ગુનો કરવાની પદ્ધતિ એવી કે તેઓ મોટરસાયકલમાં ફરીને એકલા મુસાફરી કરતા લોકોને આંતરતા છરી જેવા હથિયાર બતાવી ધમકી આપી તેમની પાસેથી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરતા તેમજ માસ્ટર કી નો ઉપયોગ કરીને મોટરસાયકલની ચોરી પણ કરતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0