ઊંઝા પોલીસે બ્રાહ્મણવાડા ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

June 23, 2026

ગરવી તાકાત મહેસાણા : ઊંઝા પોલીસે બ્રાહ્મણવાડા ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો એક સફેદ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 1913 બોટલ/ટીન મળી આવ્યા પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹10.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો પોલીસે કારમાંથી 463.9 લિટર દારૂ જપ્ત કર્યો જેની કિંમત ₹2,63,451.6/- આંકવામાં આવી આ ઉપરાંત, ₹8 લાખની કિંમતની ક્રેટા કાર અને ₹5000નો એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો આમ, કુલ ₹10,68,451.6/- નો મુદ્દામાલ કબ્જે કરાયો.

Attempt to cut Poxo's accused's genitals with a blade in the lockup of Unjha  police station

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને ડીવાયએસપી મિલાપ પટેલની સૂચનાથી ઊંઝા પોલીસ પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા સક્રિય ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ.કે. કાપડિયા અને ટીમને બ્રાહ્મણવાડા અજ્ઞાસાપરામાં ભોજનાલયની બાજુમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી વિજયસિંહ જયંતિજી શંકરજી ઝાલા (ઉં.વ. 24, રહે. બ્રાહ્મણવાડા, ઊંઝા).

Unjha Liquor Seizure: ₹10.68 Lakhs Contraband Confiscated, Two Arrested

અને શ્રીરામ ગેવરચંદ જેતારામ બિશ્નોઈ (ઉં.વ. 21, રહે. જોગઉ, ઝાલોર, રાજસ્થાન) નામના બે આરોપીઓની ધરપકડ કરી આ ગુનામાં સંડોવાયેલ ધનાજી ઉર્ફે દિલીપજી કાંતિજી ઠાકોર (રહે. કહોડા, ઊંઝા) હાલ ફરાર હોય, તેને વોન્ટેડ જાહેર કરીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કામગીરી ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. સોલંકીની સૂચનાથી પીએસઆઈ એમ.કે. કાપડિયા,એએસઆઈ મહેન્દ્રભાઈ, એએસઆઈ બ્રિજેશકુમાર, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર, કોન્સ્ટેબલ વિજયકુમાર અને કોન્સ્ટેબલ અલ્પેશકુમાર દ્વારા કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0