હિંમતનગર નજીક વક્તાપુર પાસે આવેલા સાંઈ મંદિર પાસેથી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી…

June 23, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક વક્તાપુર પાસે આવેલા સાંઈ મંદિર પાસેથી LCBએ વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી આ કાર્યવાહીમાં રૂ.2.24 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો અને કારચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી આ કેસમાં ફરાર અન્ય બે સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો આ ઘટના સાબરકાંઠા જિલ્લામાં 20 જૂન, 2026 થી 30 જૂન, 2026 સુધી ચાલનારી 10 દિવસીય પ્રોહિબિશન ડ્રાઈવના ભાગરૂપે બની LCBની ટીમ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વોચ પેટ્રોલીંગ કરી રહી તે દરમિયાન પ્રકાશભાઈને બાતમી મળી એક સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની i20 ગાડીમાં બે ઇસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ઇડર થઈ અમદાવાદ તરફ જઈ રહ્યા.

આ બાતમીના આધારે, હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર વક્તાપુર નજીક સાંઈ મંદિર આગળ વોચ ગોઠવી નાકાબંધી કરવામાં આવી બાતમીવાળી કાર આવતા તેને રોકવામાં આવી કારમાં બેઠેલા ઇસમોની પૂછપરછ કરી અને ગાડીની તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો પોલીસે કારમાંથી વિદેશી દારૂની 15 પેટીઓ, જેમાં કુલ 492 બોટલો જેની કિંમત રૂ. 2,24,208 થાય તે જપ્ત કરી આ ઉપરાંત, રૂ.10,000ની કિંમતના બે મોબાઈલ ફોન, રૂ. 3,00,000ની કિંમતની i20 ગાડી ત્રણ RTO રજીસ્ટ્રેશનવાળી નંબર પ્લેટ અને રૂ.100નો એક સ્ટેમ્પ પણ કબજે કરવામાં આવ્યો આમ, પોલીસે કુલ રૂ. 5,34,208નો મુદ્દામાલ જપ્ત કર્યો.

Himmatnagar Liquor Seized Near Sai Mandir; Four Booked

આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરાવાડા તાલુકાના મીઠી મહુડી ગામનો કમલેશ કાંતિલાલ લાલજી મીણા અને ચિતૌડા ગામનો વિશાલ દિનેશ દુલાજી ગરાસિયાનો સમાવેશ થાય પોલીસે આ ગુનામાં ફરાર થયેલા અન્ય બે આરોપીઓ સામે પણ ગુનો નોંધ્યો જેમાં રાજસ્થાનના ખેરાવાડા ખાતેના દારૂના ઠેકાનો આર.ડી. નામનો વ્યક્તિ (જેનું પૂરું નામ-સરનામું જાણી શકાયું નથી) અને અમદાવાદના છારાનગરનો સમીર વણઝારા (જેનું પૂરું નામ-સરનામું જાણી શકાયું નથી) નો સમાવેશ થાય સમીર વણઝારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ લેનાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0