ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોમાં છાત્ર ગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમ NEET પરીક્ષા કૌભાંડના વિરોધમાં યોજાશે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ જણાવ્યું આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું NEET પરીક્ષા પેપર લીક મામલે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી.
![]()
તેમણે ઉમેર્યું પરીક્ષા કૌભાંડ સામે ગુજરાતમાં યોજાનાર છાત્ર ગુંજ કાર્યક્રમ અને ખેડૂતોની સમસ્યાઓને લઈને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરશે આ પત્રકાર પરિષદમાં મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર અને દારૂ-ડ્રગ્સ સહિત સાબરકાંઠા જિલ્લાના મુખ્ય પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી નેતાઓએ ન્યાયિક પ્રક્રિયા અંગે બોલવાનું ટાળ્યું જોકે, તેમણે જણાવ્યું કે ચૈતરભાઈ પાસે હજુ પણ વિકલ્પો ઉપલબ્ધ.

તેઓ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી પૂર્વ ઉપ પ્રમુખ અશોકભાઈ પટેલ મહામંત્રી પ્રિયવદન પટેલ પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ ડો. મનોજ બારોટ કૌશિકભાઈ રમણભાઈ ઇમરાન બાદશાહ ભીખાભાઈ રણછોડભાઈ મુકેશભાઈ અને મીડિયા કન્વીનર કુમાર ભાટ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.


