ગરવી તાકાત પાટણ : રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026નું આયોજન 23, 24 અને 25 જૂન, 2026 દરમિયાન કરવામાં આવશે આ કાર્યક્રમના સુચારુ અને સફળ અમલીકરણ માટે પાટણ જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરે સમીક્ષા બેઠક યોજાઈ બેઠક દરમિયાન, રાજ્યકક્ષાના માર્ગદર્શનથી જિલ્લાના અધિકારીઓ અને મહાનુભાવોને માહિતગાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ વીડિયો કોન્ફરન્સનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું આ વીડિયો કોન્ફરન્સ સાબરમતી ઓડિટોરિયમ હોલ સ્વર્ણિમ સંકુલ-1 સચિવાલય, ગાંધીનગર ખાતેથી યોજાઈ તેમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન અપાયું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાએ પાટણ જિલ્લામાં યોજાનારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું તેમણે શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમના અસરકારક ઉપયોગ યુ-ટ્યુબ સહિતના ડિજિટલ માધ્યમો દ્વારા શિક્ષણ, મહત્વના વિષયો પર ચર્ચા-વિચારણા નકશા આધારિત અભ્યાસનું મહત્વ તેમજ દરેક બાળકને પોતાની વાત રજૂ કરવાની તક મળે તેવા વાતાવરણના નિર્માણ પર વિશેષ ભાર મૂક્યો કલેક્ટરે વધુમાં જણાવ્યું વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સામાજિક વર્તન આરોગ્ય જાગૃતિ એનિમિયા સહિત વિવિધ બીમારીઓ અંગેની સમજણ તેમજ જીવનમૂલ્યોના વિકાસ માટે વિશેષ પ્રયાસો હાથ ધરવા જરૂરી તેમણે અપીલ કરી શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર ન રહી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બને તે દિશામાં કાર્ય કરવું જોઈએ.

રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના સંવેદનશીલ અભિગમને આગળ ધપાવતો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો મહત્વપૂર્ણ ઉપક્રમ પાટણ જિલ્લામાં પણ આ અભિયાનને જનભાગીદારી સાથે સફળ બનાવવા માટે તંત્ર દ્વારા જરૂરી પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેશ ચાવડા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.


