ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નાની ભાગોળ વિસ્તાર ખાતે થયેલી મારામારીની ઘટનાને પગલે બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી આ મામલો હાલ પ્રાંતિજ પોલીસની તપાસ હેઠળ પ્રાંતિજ પોલીસમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ, ગત 11 જૂન 2026ના રોજ નાની ભાગોળ સ્થિત બહુચર માતાના ચોક ખાતે કિશનજી જગાજી મકવાણા અને તેમના ભાઈ વિજય બેઠા તે સમયે સુરેશજી રતનજી મકવાણા ત્યાં આવી બાઈક ધીમું ચલાવવા બાબતે બોલાચાલી કરી ફરિયાદ અનુસાર, સુરેશજીએ વિજયને પાઇપ વડે માથા અને હાથના ભાગે માર માર્યો.

વચ્ચે પડેલા કિશનજીને કમલેશજી રતનજી મકવાણાએ પકડી રાખતા સુરેશજીએ હાથમાં પહેરેલા કડાથી તેમના કપાળ અને માથાના ભાગે ઇજા પહોંચાડી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું આ ઘટનાને પગલે સુરેશજી રતનજી મકવાણા અને કમલેશજી રતનજી મકવાણા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો બીજી તરફ આ જ ઘટનાના અનુસંધાને રતનજી ભીખાજી મકવાણાએ પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી.

તેમની ફરિયાદ મુજબ, કિશનજી જગાજી મકવાણા તેમના ઘર આગળ આવી તેમના પુત્ર સુરેશ સાથે થયેલી મારામારી બાબતે બોલાચાલી કરવા લાગ્યા અપશબ્દો બોલવાની ના પાડતા કિશનજીએ હાથમાં રહેલી લાકડી વડે રતનજીના કપાળમાં ઇજા પહોંચાડી તેમજ ચંદાબેનને પથ્થર મારી માથામાં ઇજા કરી ઉપરાંત, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું આ ફરિયાદના આધારે કિશનજી જગાજી મકવાણા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો બંને પક્ષો વચ્ચે થયેલી મારામારી અંગે પ્રાંતિજ પોલીસે પુરાવા અને સાક્ષીઓના આધારે વધુ તપાસ હાથ ધરી.


