ગરવી તાકાત શામળાજી : શામળાજી પ્રાયોજના વહિવટદારની કચેરી ખાતે તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં આદિજાતિ સમાજના વિકાસ કલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અને સ્થાનિક પ્રશ્નોના સમયબદ્ધ નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા મંત્રીએ સરકાર દ્વારા આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી.

તેમણે યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું આ બેઠક દરમિયાન આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પીવાના પાણી, માર્ગ-મકાન સહિતની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ સ્થાનિક લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળીને તેમના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે અને આદિજાતિ વિસ્તારોમાં વિકાસની ગતિ વધુ વેગવાન બને તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ બેઠકમાં વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી અને લોકોની અપેક્ષાઓને અનુરૂપ વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો.


