હારીજ પોલીસ સ્ટેશનમાં ધી કુકરાણા સેવા સહકારી મંડળી લિમિટેડના તત્કાલીન મંત્રી અને પ્રમુખ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ…

June 12, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનમાં ધી કુકરાણા સેવા સહકારી મંડળી લિમિટેડના તત્કાલીન મંત્રી અને પ્રમુખ વિરુદ્ધ ₹1,20,19,868 ની નાણાકીય ઉચાપત, વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનો સભાસદોના નામે મેળવેલા ધિરાણ અને ઘાસચારાના નાણાંની ગેરરીતિ બદલ નોંધાયો કુકરાણા, તાલુકો હારીજ જિલ્લા પાટણ ખાતે આવેલી આ મંડળીમાં વર્ષ 2014 થી 2019 દરમિયાન નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો તપાસણી અહેવાલમાં ખુલાસો થયો તત્કાલીન મંત્રી નટવરસિંહ ગોપાળસિંહ વાઘેલાએ સભાસદોના નામે ધિરાણ, વ્યાજ અને ફડચા ચાર્જ સહિત ₹33,05,758 તથા ઘાસચારાના ₹2,31,880 મળી કુલ ₹35,37,638 ની ઉચાપત કરી તત્કાલીન પ્રમુખ હરગોવનભાઈ ડાહ્યાભાઈ પટેલે ધિરાણ મુદ્દલ અને વ્યાજ સાથે ₹8,45,156 ની ગેરરીતિ આચરી.

Harij Police Register Kidnapping Case; Minor Girl Missing

આ ઉપરાંત, મંત્રી અને પ્રમુખે સંયુક્ત રીતે ધિરાણ મુદ્દલ અને વ્યાજ સહિત ₹76,37,074 ની ઉચાપત કરી હોવાનું પણ સામે આવ્યું આ બંને હોદ્દેદારોએ પૂર્વ આયોજિત કાવતરું રચી મંડળીના કુલ ₹1,20,19,868 પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા આ રકમ ધી મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, મહેસાણામાં મંડળીના બેંક લોન ખાતામાં જમા કરાવવામાં આવી ન મંડળીના 35 સભાસદોના નામે મધ્યસ્થ બેંકની હારીજ શાખામાંથી પાક ધિરાણ મેળવી તે રકમ સભાસદો પાસેથી વસૂલ કર્યા પછી પણ બેંકમાં જમા ન કરાવી મંડળી અને બેંક સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો.

વિદેશ મોકલવાના બહાને 50 લાખ ઉપરાંતની છેતરપિંડી

આ ઉપરાંત ઘાસચારા ધિરાણ ખાતાના 8 સભાસદોએ આવું કોઈ ધિરાણ લીધું ન હોવા છતાં તેમના નામે ખોટું ધિરાણ દર્શાવી નાણાંની ઉચાપત કરવામાં આવી આ સમગ્ર કૌભાંડ અંગે સહકારી મંડળીઓના તપાસણી અધિકારીના અહેવાલ અને જિલ્લા રજિસ્ટ્રાર, પાટણના આદેશ અનુસાર ફોજદારી કાર્યવાહી કરવાની સૂચના અપાઈ જેના આધારે ધી મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, મહેસાણાના ઉચ્ચક વેતન અધિકારી પિયુષભાઈ કાનજીભાઈ ચૌધરીએ હારીજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી પોલીસે આરોપી નટવરસિંહ ગોપાળસિંહ વાઘેલા અને હરગોવનભાઈ ડાહ્યાભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 406, 408, 114 અને 120-બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0