ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી આ અભિયાન હેઠળ પોલીસે ટેકનિકલ વર્કઆઉટ અને સઘન શોધખોળ કરીને નાગરિકોના ગુમ થયેલા અલગ-અલગ કંપનીના 19 મોબાઈલ ફોન શોધી કાઢ્યા આ તમામ મોબાઈલ ફોન જેની અંદાજિત કુલ કિંમત રૂ3,20,387 થાય તે તેમના મૂળ માલિકોને સન્માનભેર પરત સોંપવામાં આવ્યા.

આ સફળ કામગીરી મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવા માટે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ.પારગીને સૂચના આપવામાં આવી જેના પગલે તેમણે ટેકનિકલ ટીમ અને સર્વેલન્સ સ્ટાફને જરૂરી આદેશો આપ્યા જેના આધારે પોલીસે કંપનીના 19 મોબાઈલ ફોન શોધી કાઢ્યા.
![]()
આ સમગ્ર સંયુક્ત ઓપરેશનમાં ટેકનિકલ કામગીરી સંભાળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર.જાડેજા વુમન લોકરક્ષક ઉર્જાબેન ભરતભાઇ, આઇ.ટી. એક્સપર્ટ અમિતકુમાર નરસિંહભાઇ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ પિયુષકુમાર ડાહ્યાભાઇ કંદર્પકુમાર કિર્તીભાઇ અને તરૂણકુમાર કાનજીભાઇ સહિતના પોલીસ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવીને આ તમામ મોબાઈલ ટ્રેસ કરી મેળવવામાં મોટી સફળતા મેળવી આ તમામ મોબાઈલ પાછા મળતા જ નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી અને તેમણે પોલીસની આ કામગીરીની સરાહના કરી.


