બનાસકાંઠા જિલ્લાના સુઈગામ નજીકથી LCBએ વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી…

June 12, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના સુઈગામ નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી એક વર્ના કાર ઝડપી પાડી આ કાર્યવાહીમાં ₹3.09 લાખનો વિદેશી દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹5.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જોકે કારનો ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો પોલીસને વિદેશી દારૂ ભરીને એક ગાડી આવવાની ગુપ્ત બાતમી મળી આ બાતમીના આધારે પોલીસે સુઈગામ-ભાભર હાઈવે રોડ પર બેણપ ગામ તરફ જતા પાટિયા પાસે વોચ ગોઠવી.

બનાસકાંઠા LCBએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વિદેશી દારૂનો મોટો  જથ્થો ઝડપી પાડ્યો… – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

શંકાસ્પદ ગાડીને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ભગાવી મૂકી પોલીસે ગાડીનો પીછો કરતા સુઈગામ-વાવ હાઈવે રોડ પર દેવપુરા પાટિયા પાસે ગાડી નંબર RJ 19 CD 0910 વર્ના કાર મૂકી ચાલક ફરાર થઈ ગયો પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 621 બોટલો મળી આવી.

જેની કિંમત ₹3,09,825 આંકવામાં આવી દારૂ ઉપરાંત, પોલીસે ₹5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને ₹2 લાખની કિંમતની વર્ના કાર પણ જપ્ત કરી આમ, કુલ ₹5,14,825નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો ફરાર થયેલા કાર ચાલક વિરુદ્ધ સુઈગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0