સાબરકાંઠા LCBએ વિજયનગર તાલુકાના વિરેશ્વર ખાતે શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલી નાખ્યો, આરોપીની ધરપકડ

June 12, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા એલ.સી.બી.એ વિજયનગર તાલુકાના વિરેશ્વર ખાતે શંકાસ્પદ હાલતમાં મળી આવેલી પુરુષની લાશનો ભેદ ઉકેલી નાખ્યો આ કેસમાં મૃતક ઉમેશભાઈ મેઘજીભાઈ ખરાડીની હત્યા આડા સંબંધોને કારણે થઈ હોવાનું સામે આવ્યું ગત ૯ જૂનના રોજ વિરેશ્વર ગામની સીમમાં પરેશભાઈ રામજીભાઈ પટેલની પડતર જમીન પરથી ઉમેશભાઈ ખરાડીનો મૃતદેહ મળી આવ્યો શરૂઆતમાં વિજયનગર પોલીસે આ ઘટનાને અકસ્માત મૃત્યુ તરીકે નોંધી જોકે, મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હોવાથી પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલે આ બાબતને ગંભીરતાથી લીધી તેમણે એલ.સી.બી.ના પી.આઈ. ડી.સી. સાકરિયા અને તેમની ટીમને ગુનાનો ભેદ ઉકેલવા તાત્કાલિક અને અસરકારક તપાસ કરવા સૂચના આપી.

Piloting car with car full of foreign liquor seized from Tintaran, LCB nabs  two absconding accused of kidnapping from Punasan

તપાસ દરમિયાન એલ.સી.બી. ટીમને બાતમી મળી કે મૃતક ઉમેશભાઈને વિરેશ્વર ગામના સરદારભાઈ કાનજીભાઈ ભગોરાની પત્ની સાથે આડા સંબંધો આ હકીકતના આધારે સરદારભાઈ ભગોરા શંકાના દાયરામાં આવ્યા સરદારભાઈ ભગોરાની યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો તેણે જણાવ્યું આશરે પાંચેક માસ અગાઉ તેણે પોતાની પત્નીને ઉમેશ સાથે જંગલમાં એકાંતમાં જોઈ ત્યારથી તેણે ઉમેશને મારી નાખવાનું નક્કી કર્યું ગત ૪ જૂનના રોજ ગામના એક લગ્ન પ્રસંગ દરમિયાન પણ આડા સંબંધો બાબતે ઉમેશ સાથે તેની બોલાચાલી થઈ.

Vijaynagar Murder Case: Husband Kills Wife Over Affair; Accused Arrested

આખરે ૯ જૂનની રાત્રિ દરમિયાન સરદારભાઈ ભગોરાને ઉમેશભાઈ એકાંત જગ્યાએ મળી આવતા તેણે ઉમેશના માથાના ભાગે પથ્થર મારી અને ગળું દબાવી હત્યા કરી પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર ઉમેશભાઈની લાશ શંકાસ્પદ લાગતા તાત્કાલિક ફોરેન્સિક પેનલ પી.એમ. કરવામાં આવ્યું રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે કોઈ વ્યક્તિ દ્વારા અન્ય જગ્યાએ ગળું દબાવી હત્યા કરી મૃતદેહને ઢસડીને બીજી જગ્યાએ લાવવામાં આવ્યો આ આધારે એલ.સી.બી.એ ભૂતકાળના બનાવોની તપાસ કરી સરદારભાઈ ભગોરાને પકડી પાડ્યો જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0