ગરવી તાકાત અરવલ્લી : ધનસુરા તાલુકાના ખડોલ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ધમકી આપવા અને માર મારવા બદલ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો આ ઘટનામાં ફરિયાદીના પિતા અને તેમના કામદારને નિશાન બનાવવામાં આવ્યા ફરિયાદીના પિતા બપોરના સુમારે મહાદેવપુરા ખાતે મજૂર લેવા ગયા તે સમયે તેઓ ગામમાં વિનુભાઈની દુકાને મસાલો ખાવા રોકાયા ત્યાં આરોપીઓ વિનુભાઈ પિયુષભાઈ જેઠાભાઈ અને મધીબેન આવ્યા.

આરોપીઓએ ફરિયાદીના પિતાને શીમળાના ઝાડ કાપવા અને સરપંચ વિરુદ્ધ મામલતદાર કચેરીમાં ફરિયાદ કરવા બાબતે અપશબ્દો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી ત્યાં પહોંચતા તેમની સામે પણ અપશબ્દો બોલવામાં આવ્યા આજુબાજુના લોકો વચ્ચે આવી જતા ફરિયાદી તેના પિતાને લઈને ઘરે જતો રહ્યો તે જ દિવસે રાત્રે આશરે નવ વાગ્યાની આસપાસ ફરિયાદીના ત્યાં કામ કરતા સુરેશભાઈ પરમાર ઘરે જઈ રહ્યા.

ત્યારે વિનુભાઈ અને પિયુષ તેમનો રસ્તો રોકી હાથ પકડી જૂની લોખંડની પાઇપ વડે માર માર્યો આ હુમલામાં સુરેશભાઈના માથાના ભાગે ઈજાઓ પહોંચી સુરેશભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા જેથી આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા આ સમગ્ર ઘટના બાદ ખડોલ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ચાર લોકો વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો.


