ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર બ્રાહ્મણવાડા નજીક રિક્ષા પલટી જતાં એક મહિલાને ગંભીર ઈજા, રિક્ષાચાલક સામે પોલીસ ફરિયાદ…

June 8, 2026

ગરવી તાકાત મહેસાણા : ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર બ્રાહ્મણવાડા નજીક એક રિક્ષા પલટી જતાં પાટણની એક મહિલાને ગંભીર ફ્રેક્ચર થયા આ ઘટનાના આશરે અઢી મહિના બાદ રિક્ષા ચાલક વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગત 11 માર્ચ, 2026ના રોજ સાંજે સાત વાગ્યાના સુમારે ઊંઝાથી સિદ્ધપુર જતા હાઇવે રોડ પર સીએનજી પેટ્રોલ પંપ સામે થયો રિક્ષા ચાલક જીગર ઉર્ફે રાહુલભાઈ દેવજીભાઈ ઠાકોરે પોતાની રિક્ષા પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારી.

ઊંઝા પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલા ₹10 લાખથી વધુના  દાગીના તેના મૂળ માલિકોને પરત કર્યો… – Garvi Takat – Gujarat News, Bollywood  News ...

જેના કારણે તેણે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને રિક્ષા પલટી ખાઈ ગઈ આ અકસ્માતમાં સિદ્ધપુરના રહેવાસી કૈલાશબેન પ્રવિણભાઈ પટણી રિક્ષામાં સવાર હતા. તેમને માથાના ભાગે બંને પગના થાપાના ભાગે અને બંને હાથના ખભાના ભાગે ગંભીર ફ્રેક્ચર થયા ઉપરાંત, માથાના વચ્ચેના ભાગે અને જમણી બાજુના કાનની બૂટ કપાઈ જતાં તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટના અંગેની પોલીસ ફરિયાદ 6 જૂન, 2026ના રોજ નોંધાઈ.

Uttara Kannada highways turning deadly; 726 Killed in road accidents over  three years » Bhatkallys

ભોગ બનનાર મહિલાએ ફરિયાદ મોડી થવા પાછળનું કારણ આપતા જણાવ્યું અકસ્માત સમયે તેમની પાસે રિક્ષાનો નંબર નહોતો ગંભીર ઈજાઓને કારણે તેઓ આશરે અઢી મહિના સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ અને ઘરે પથારીવશ રહ્યા હાલમાં તબિયતમાં સુધારો થતાં અને રિક્ષા તેમજ તેના ચાલક અંગેની વિગતો મળતાં તેમણે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી ઊંઝા પોલીસે રિક્ષા ચાલક જીગર ઉર્ફે રાહુલભાઈ દેવજીભાઈ ઠાકોર (રહે. બ્રાહ્મણવાડા, તા. ઊંઝા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0