પાટણ જિલ્લાના સાંતલપુરમાં ચૂંટણીમાં વોટ ન આપવાની જૂની અદાવત રાખી પિતા-પુત્ર પર હુમલો…..

June 1, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સાંતલપુરમાં ચૂંટણીમાં વોટ ન આપવાની જૂની અદાવત રાખી પિતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો આ મામલે બે શખ્સો વિરુદ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હુમલામાં પુત્રને માથામાં ગંભીર ઈજા પહોંચી ફરિયાદ મુજબ સાંતલપુરના દિપકસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ગજુભા વર્ધાજી જાડેજા અને શક્તિસિંહ પ્રવિણસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી સાંજે દિપકસિંહના પિતા ઘનશ્યામસિંહને આરોપી ગજુભા વર્ધાજી જાડેજાએ રસ્તામાં રોકી ગાળો ભાંડી ગજુભાએ તમે ચૂંટણીમાં મારા ભત્રીજા શક્તિસિંહને વોટ કેમ આપેલ નથી તેમ કહી.

રાજકોટના પોલીસમેન પર વઢવાણમાં ટપોરીનો હુમલો – Gujarat Mirror

ઘનશ્યામસિંહને ધોકાથી માર મારવાનું શરૂ કર્યું ઝઘડો જોઈને પુત્ર દિપકસિંહ પિતાને બચાવવા વચ્ચે પડ્યા આ સમયે ગજુભાએ પોતાના ભત્રીજા શક્તિસિંહને ફોન કરીને બોલાવ્યો શક્તિસિંહ જાડેજા લોખંડની ટામી લઈને ઘટનાસ્થળે આવી પહોંચ્યો બંને આરોપીઓએ દિપકસિંહને પકડી રાખી તેમના માથાના ભાગે લોખંડની ટામી મારી ગંભીર ઈજા પહોંચાડી હુમલા બાદ આરોપીઓએ જો હાથમાં આવીશ તો જાનથી મારી નાખીશું.

Two constables of Santalpur police station suspended, complaint made to SP  for harassing motorists

તેવી ધમકી પણ આપી ઈજાગ્રસ્ત દિપકસિંહને તાત્કાલિક સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ રીફર કરાયા જ્યાં તબીબોએ તેમના માથામાં ત્રણ ટાંકા લીધા આ સમગ્ર મામલે સાંતલપુર પોલીસે બી.એન.એસ.ની કલમ 118(1), 115(2), 296(b), 351(3), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તપાસની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર નકુલકુમાર જગદિશભાઇ પંચાલને સોંપવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0