પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી ડિજિટલ માધ્યમથી રાજ્યવ્યાપી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ….

May 26, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી ડિજિટલ માધ્યમથી રાજ્યવ્યાપી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાંથી 2,894 પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા રાષ્ટ્રનિર્માણ અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ સાથે યોજાયેલી આ બેઠકમાં સંગઠનને આગામી લોકાભિમુખ કાર્યો માટે માર્ગદર્શન અપાયું આ ડિજિટલ બેઠકમાં રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશના ત્રણેય મહામંત્રીઓ તેમજ વરિષ્ઠ નેતાઓ રમેશ મેરજા અને ભરત પંડ્યાએ ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું બેઠકની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનકાળ અને તેમના ઐતિહાસિક કાર્યોની સમીક્ષા કરાઈ.

નેતાઓએ જણાવ્યું વડાપ્રધાનના નેતૃત્વથી ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બન્યું અને વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા આ વિકાસયાત્રાની વિગતો જન-જન સુધી પહોંચાડવા કાર્યકરોને આહવાન કરાયું બેઠક દરમિયાન આગામી 8 થી 14 તારીખ સુધી રાજ્યવ્યાપી સેવાકીય અને પર્યાવરણીય કાર્યક્રમો યોજવાની જાહેરાત કરાઈ આ અભિયાન અંતર્ગત પ્રકૃતિના જતન માટે દરેક જિલ્લામાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરીને ગ્રીન કવર વધારવા ગ્રીન ગુજરાત કાર્યક્રમ હાથ ધરાશે. આ ઉપરાંત ગામડાઓથી શહેરો સુધી સ્વચ્છતા અને પ્રગતિ પથ અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ ચલાવાશે સમાજ ઘડતરમાં યોગદાન આપનાર પ્રતિષ્ઠિત નાગરિકોની રૂબરૂ મુલાકાત લેવાશે ધરતીને કેમિકલમુક્ત કરવા.

અને નાગરિકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા વિશેષ તાલીમ શિબિરોનું આયોજન કરાશે આ બેઠકમાં પર્યાવરણ સુરક્ષા અને દેશના અર્થતંત્રને મજબૂત કરવાના હેતુથી પેટ્રોલ બચાવો ઝુંબેશ અંગે પણ ચર્ચા થઈ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ અભિયાનને જનઆંદોલન બનાવવાની હાકલ કરાઈ જેથી ભવિષ્યની પેઢીને પ્રદૂષણમુક્ત વાતાવરણ મળી શકે પાટણ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક સ્તરે જિલ્લા પ્રભારી સત્યમ ફુલાબકર જિલ્લા મહામંત્રી સંજય વરિષ્ઠ અગ્રણી લાલજી દેસાઈ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા સમગ્ર બેઠક દરમિયાન સંગઠન શક્તિ અને સામાજિક સુધારણાના કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0