સાબરકાંઠા જિલ્લામાં પોલીસે નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા…

May 26, 2026

ગરવી તાકાત હિંમતનગર : સાબરકાંઠા જિલ્લામાં પોલીસે નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા SOGએ વિશ્વાસઘાતના ગુનામાં ફરાર એક આરોપીને પકડ્યો, જ્યારે LCBએ NDPS કેસની વોન્ટેડ મહિલા આરોપીને ઝડપી લીધી આ ઉપરાંત, તલોદ પોલીસે મુધાસણા ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી સાબરકાંઠા SOGના I/C PI કે.યુ. ચૌધરીએ જણાવ્યું કે, PSI પી.એમ. ઝાલા અને સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહેસાણા જિલ્લાના વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી અલ્ફાઝ અલીબેગ અબ્દુલબેગ મિર્ઝાને પાણપુર પાટિયા, ઇલોલ જતા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો.

Sabarkantha Police Nab Cheaters & NDPS Fugitives

તેને વધુ કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ માહિતી આપતા જણાવ્યું LCB ટીમ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓની તપાસ કરી રહી બાતમીના આધારે, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં ફરાર મહિલા આરોપી ધનીબેન જીતેન્દ્રભાઈ હરીભાઈ સલાટ ગાંધીનગરથી હિંમતનગર આવતી ST બસમાંથી મોતીપુરા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપાઈ તેની પૂછપરછ બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી.

તલોદ પોલીસ સ્ટેશનના PI સી.જી. રાઠોડે જણાવ્યું તલોદ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં તે દરમિયાન મળેલી બાતમીના આધારે મુધાસણા ગામમાં હરેશસિંહ બળદેવસિંહ રાઠોડના ઘર આગળ ખુલ્લી જગ્યામાં તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીઓમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા પોલીસે કુલ 291 નંગ બોટલો અને ટીન જેની કિંમત રૂ. 53,679 થાય તે જપ્ત કર્યા આરોપી હરેશસિંહ બળદેવસિંહ રાઠોડ (ઉં.વ. 25, રહે. મુધાસણા, ડેરીવાસ) ને ઝડપી પાડી તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0